શું તમે પણ યૂઝ કરો છો Google Chrome? તાત્કાલિક કરી દો બંધ, આ મોટી કંપનીએ આપી વોર્નિંગ
જો તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે Google Chrome નો ઉપયોગ કરો છો તો તેને બંધ કરી દો. તે જૂનું થઇ ચૂક્યું છે અને વિશ્વાસપાત્ર નથી. આ દાવો અમે નહી પરંતુ દિગ્ગજ આઇટી કંપની Microsoft કરી રહી છે.
લંડન: જો તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે Google Chrome નો ઉપયોગ કરો છો તો તેને બંધ કરી દો. તે જૂનું થઇ ચૂક્યું છે અને વિશ્વાસપાત્ર નથી. આ દાવો અમે નહી પરંતુ દિગ્ગજ આઇટી કંપની Microsoft કરી રહી છે.
માઇક્રોસોફ્ટ મોકલી રહી છે મેસેજ
ધ સનનના રિપોર્ટ અનુસાર Microsoft હાલ દુનિયાભરના કરોડો ઇન્ટરનેટ યૂઝર્સને ક્રોમ યૂઝ ન કરવા માટે મેસેજ મોકલી રહી છે. આ મેસેજ વિંડોઝ 10 અને 11 પર ઉપલબ્ધ ડિફોલ્ટ બ્રાઉઝર દ્રારા આપવામાં આવી રહ્યો છે. આ બ્રાઉઝરને વર્ષ 2015 માં ઇન્ટરનેટ એક્સપ્લોરરને રિપ્લેસ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દુનિયાના સૌથી લોકપ્રિય વેબ બ્રાઉઝરોમાંથી એક છે.
'જૂનુ થઇ ચૂક્યું છે Google Chrome'
રિપોર્ટ અનુસાર જેવું જ કોઇ આ બ્રાઉઝર પર કોઇ યૂઝર ગૂગલ ક્રોમ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરે છે તો સ્ક્રીન પર તાત્કાલિક ચેતાવણીનો મેસેજ આવે છે. મેસેજમાં કહેવામાં આવે છે કે Google Chrome જૂનુ થઇ ચૂક્યું છે ભરોસાપાત્ર નથી. તેમાં કોઇ ફ્રેશનેસ પણ નથી. મેસેજમાં દાવો કરવામાં આવે છે કે જો તમે ઝડપી ઇન્ટરનેટનો આનંદ માણવા માંગો છો તો Microsoft Edge ને ડાઉનલોડ કરો.
ભલે બરબાદ થઇ જાવ, સાચું કહીશ.. 'તમે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો'- વર્લ્ડકલાસ ખેલાડીએ લગાવ્યો આરોપ
'નવું વેબ બ્રાઉઝર શોધવાની જરૂર નથી'
આ પ્રકારે જ્યારે તમે Bing સર્ચ એન્જીન પર ન્યૂ બ્રાઉઝર ખોલવાનો પ્રયત્ન કરો છો તો માઇક્રોસોફ્ટ તરફથી આગ્રહ કરવામાં અવે છે કે તમે Microsoft Edge ની સાથે બન્યા રહ્યો. સ્ક્રીન પર મેસેજ લખવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે ન્યૂ વેબ બ્રાઉઝરને ડાઉનલોડ કરવાની જરૂર નથી. માઇક્રોસોફ્ટ એઝનો ઉપયોગ કરીને તમે સમય અને પૈસા બંને બચાવી શકો છો.
Wow! ફક્ત 36 હજાર રૂપિયામાં ખરીદો Electric Scooter, ખૂબીઓ જાણી લેવા દોડશો
દુનિયામાં ગૂગલ ક્રોમનો ભાગ 67.56%
માઇક્રોસોફ્ટ તરફથી દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તમે પોતાની પ્રાઇવેસી, સારી સેવા અને સારી ઉત્પાદકતા માટે Microsoft Edge નો ઉપયોગ કરો છો. તમને જણાવી દઇએ કે દુનિયામાં ગ્લોબલ ડેસ્ક ટોપ બ્રાઉઝરના માર્કેટમાં 67.56% ભાગ Google Chrome નો છે. આંકડા અનુસાર દુનિયામાં 3.2 બિલિયન લોકો દરરોજ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે.
તમને જણાવી દઇએ કે માઇક્રોસોફ્ટ અને ગૂગલ બંને આઇટી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે. બંનેમાં કારોબારી હિતોને લઇને સતત પ્રતિદ્રંદિતા ચાલતી રહે છે. માઇક્રોસોફ્ટ લાંબા સમયથી ગૂગલને રિપ્લેસ કરીને માર્કેટમાં પોતાનો વિસ્તાર કરવાના પ્રયત્નમાં લાગેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube