ભલે બરબાદ થઇ જાવ, સાચું કહીશ.. 'તમે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો'- વર્લ્ડકલાસ ખેલાડીએ લગાવ્યો આરોપ
ચીનની ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર પેંગ શુઆઇ (Peng Shuai) એ તાજેતરમાં જ દેશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રીજ ઝાંગ ગાઓલી (Zhang Gaoli) વિરૂદ્ધ યૌન ઉત્પીડન (Sexual Harrasment) ના આરોપ લગાવ્યા હતા.
Trending Photos
ચીનની ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર પેંગ શુઆઇ (Peng Shuai) એ તાજેતરમાં જ દેશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રીજ ઝાંગ ગાઓલી (Zhang Gaoli) વિરૂદ્ધ યૌન ઉત્પીડન (Sexual Harrasment) ના આરોપ લગાવ્યા હતા. પરંતુ ત્યારબાદથી તે 'ગુમ' થઇ ગઇ છે. જોકે દુનિયાભરમાં ચર્ચા થયા બાદ અચાનકથી શુઆઇનો એક વીડિયો આવ્યો, જેમાં તે સાર્વજનિક રીતે જોવા મળી. પરંતુ હજુ પણ લોકોને તેમની સુરક્ષાને લઇને ચિંતા સતાવી રહે છે. આ દરમિયાન WTA (Women's Tennis Association) એ ચીનને લઇને એક મોટો નિર્ણય લીધો છે.
WTA એ 35 વર્ષીય પેંગ શુઆઇની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરતાં ચીનમાં પોતાના તમામ ટૂર્નામેંટ સસ્પેંડ કરી દીધી છે. એસોસિએશને બુધવારે જાહેરાત કરી તે ચીનમાં તમામ ટૂર્નામેંટોને સસ્પેંડ કરી રહ્યા છે. તેને ચીની ખેલાડી પેંગ શુઆઇની સુરક્ષા વિશે 'ગંભીર શંકા' છે.
શુઆઇએ ફેબ્રુઆરી 2014 માં WTA દ્રારા દુનિયાની નંબર 1 યુગલ ખેલાડીનો દરરોજ આપવામાં આવ્યો હતો. આ રેકિંગ પ્રાપ્ત કરનાર શુઆઇ પહેલી ચીની ટેનિસ ખેલાડી છે. આ આવો જાણીએ આખરે પેંગ શુઆઇએ પૂર્વ ઉપ પ્રધાનમંત્રી પર શું આરોપ લગાવ્યા હતા...
ટેનિસ સ્ટારે શું આરોપ લગાવ્યો?
તમને જણાવી દઇએ કે સ્ટાર પેંગ શુઆઇએ ગત મહિને સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતા ઝાંગ ગાઓલી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ગાઓલી ચીનના ઉપ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે. શુઆઇએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ Weibo પર 600 શબ્દોની એક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે ગાઓલી પર ગંભીર આરોપ લગાવ્યા. જોકે પછી આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી.
''ભલે બરબાદ થઇ જાવ, પરંતુ સત્ય..'
શુઆઇના અનુસાર પૂર્વ ઉપ-પ્રધાનમંત્રીએ પોતાના ઘરે બોલાવીને યૌન સંબંધ બનાવવા માટે 'મજબૂર' કર્યા હતા. મહિલા ટેનિસ સ્ટારે લખ્યું 'મને ખબર છે જ્યારે હું ઝાંગ ગાઓલી જેવા મોટા વ્યક્તિ પર આરોપ લગાવી રહી છું તો એમ જ કહેશે કે હું ડરતો નથી. પરંતુ ભલે જ પથ્થરને કાંકરો મારવા જેવું હોય અથવા આગ સાથે રમીને પોતાને બરબાદ કરવાનું હોય. હું તમારા વિશે સત્ય જરૂર જણાવીશ.
પેંગ શુઆઇએ એ પણ કહ્યું કે તે આ આરોપોના પુરાવા આપી શકશે નહી. તેમણે કહ્યું કે 'મારી પાસે કોઇ પુરાવા નથી. તમે (ગાઓલી) હંમેશા ડરતા હતા કે હું ટેપ રેકોર્ડર જેવું કંઇક લાવીશ. પરંતુ મારી પાસે કોઇ ઓડિયો રેકોર્ડ નથી, કોઇ વીડિયો રેકોર્ડ નથી. બસ ફક્ત મારો વાસ્તવિક અનુભવ છે, જે અનુભવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર છે જ્યારે ચીન કોઇ વરિષ્ઠ રાજકીય નેતા પર આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે ઝાંગ ગાઓલીએ અત્યાર સુધી શુઆઇના આ આરોપોનો જવાબ આપ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે