નવી દિલ્હીઃ ઈન્ટરનેટના ઝડપથી વધી રહેલા ઉપયોગે સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ વધારી દીધો છે. હાલમાં એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે દુનિયાની અડધા કરતા વધુ વસ્તી આ સમયે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. મોટા ભાગના લોકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટિક-ટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે 3.7 ટકા લોકોની સંખ્યા સોશિયલ મીડિયા પર વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે  Kepios ની ડિજિટલ એડવાઇઝરી તરફથી એક વિશેષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આશરે 5.19 બિલિયન એટલે કે આશરે 519 કરોડ યૂઝર્સ આ સમયે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ છે. જાણીને ચોકી જશો કે આ સંખ્યા દુનિયાની આશરે 64.5 ટકા વસ્તી છે. 


આ પણ વાંચોઃ કોને ખબર પડશે... એમ માની આવું બધું સર્ચ ન કરતાં Google પર નહીં તો ભેરવાઈ જશો...


ભારતમાં કેટલા લોકો વ્યસ્ત
સોશિયલ મીડિયા યૂઝર્સની સંખ્યા તમામ સ્થળોએ અથવા તમામ પ્રદેશોમાં અલગ અલગ છે. મધ્ય આફ્રિકા અને પૂર્વમાં 11માંથી માત્ર એક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જો ભારતની વાત કરીએ તો અહીં લગભગ દરેક ત્રીજો વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે.


સોશિયલ મીડિયામાં માત્ર યૂઝર્સની સંખ્યા વધી નથી પરંતુ અહીં લોકો ખુબ સમય પસાર કરી રહ્યાં છે. રિપોર્ટમાં તે વાતનો પણ ખુલાસો થયો છે કે લોકો સોશિયલ મીડિયામાં એવરેજ આશરે 2 કલાક 26 મિનિટનો સમય દરરોજ પસાર કરે છે. તો બ્રાઝિલના લોકો 24 કલાકમાંથી આશરે 3 કલાક 49 મિનિટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જાપાનના લોકો દરરોજ 1 કલાકથી ઓછો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. 


આ પ્લેટફોર્મમાં સૌથી વધુ લોકો એક્ટિવ
એપ્રિલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે સોશિયલ મીડિયાનું ચલણ ઝડપથી વધ્યું છે અને દરરોજ એક્ટિવ યૂઝર્સની સંખ્યા વધી રહી છે. રિપોર્ટ પ્રમાણે આશરે 150 મિલિયન સોશિયલ મીડિયા યૂઝર્સ માત્ર 12 મહિનામાં વધ્યા છે. મોટા ભાગના લોકો સાત પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, વી ચેટ, ટિકટોક, અને ટેલીગ્રામ પર એક્ટિવ રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube