કોને ખબર પડશે... એમ માની આવું બધું સર્ચ ન કરતાં Google પર નહીં તો ભેરવાઈ જશો...
Google Search: ફોનમાં ગૂગલ સર્ચ કરતી વખતે લોકો એવું માનતા હોય છે કોઈને ક્યાં ખબર પડવાની છે. આવું માની તેઓ મનમાં આવે તેવું બધું જ ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ શું તમે જાણો છો કો ગૂગલ સર્ચ કરવાના પણ કેટલાક કાયદા છે. જો તમે ગૂગલ પર કેટલીક પ્રતિબંધિત બાબતો સર્ચ કરો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે.
Trending Photos
Google Search: તમે પણ અનેક પ્રકારની વસ્તુઓની જાણકારી મેળવવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરતાં જ હશો. જો કે માત્ર ભારતમાં જ નહિં દુનિયાના દરેક દેશમાં ગૂગલ સર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. ફોનમાં ગૂગલ સર્ચ કરતી વખતે લોકો એવું માનતા હોય છે કોઈને ક્યાં ખબર પડવાની છે. આવું માની તેઓ મનમાં આવે તેવું બધું જ ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ શું તમે જાણો છો કો ગૂગલ સર્ચ કરવાના પણ કેટલાક કાયદા છે. જો તમે ગૂગલ પર કેટલીક પ્રતિબંધિત બાબતો સર્ચ કરો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે.
બોમ્બ બનાવવાની રીત
જો તમે ગૂગલ સર્ચ પર બોમ્બ કેવી રીતે બનાવવો તેના વિશે સર્ચ કરો છો તો તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેના પર ભારતીય સુરક્ષા એજન્સીઓ આવી ગૂગલ સર્ચ પર નજર રાખે છે. જો તમે આવું કરતા ઝડપાશો તો તમારે કોર્ટના ચક્કર લગાવવા પડશે અને જેલ પણ જવું પડી શકે છે.
આ પણ વાંચો:
બાળ અપરાધ
જો કોઈ વ્યક્તિ મનોરંજન માટે બાળ અપરાધ સંબંધિત કોઈપણ સામગ્રી સર્ચ કરે છે તો ભારત સરકાર આવી વ્યક્તિ સામે પગલાં લઈ શકે છે.
સ્ત્રી અપરાધ
ઘણા લોકો મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ સંબંધિત કન્ટેન્ટ પણ સર્ચ કરે છે. જેમાં તેઓ વીડિયો, ફોટોગ્રાફ્સ વગેરે કન્ટેન્ટ પણ સર્ચ કરે છે. આવી સ્થિતિમાં પણ તમારે જેલ જવું પડી શકે છે અને તમે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
હથિયારો વિશે માહિતી
જો તમે હથિયારો વિશે જાણવા માટે ગૂગલ પર સર્ચ કરો છો અને તમે સતત આ સર્ચ કરતાં રહો છો તો તમને જેલ થઈ શકે છે. કારણ કે ઘણા ગુનેગારો હથિયારોનો ખોટા કામોમાં ઉપયોગ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે