Top CNG Car: મારૂતિ સુઝુકી અલ્ટો ખૂબ વ્યાજબી પ્રોડક્ટ છે. આ કાર જેટલી સસ્તી છે, એટલી જ સારી માઇલેજ પણ આપે છે. પરંતુ જો અમે તમને કહીએ કે કોઇ કાર તેનાથી પણ વધુ માઇલેજ આપી શકે છે, તો શું તમે વિશ્વાસ કરશે? વિશ્વાસ કરવો જ પડશે કારણ કે આ એકદમ સાચી વાત છે, જે કાર મારૂતિ સુઝુકી અલ્ટોથી વધુ માઇલેજ આપે છે, તે પણ મારૂતિ સુઝુકીની જ કાર છે. તેનું નામ મારૂતિ સેલેરિયો છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં નેકસ્ટ જનરેશન સેલેરિયોને લોન્ચ કરી હતી, જે સીએનજી વેરિએન્ટમાં અલ્ટો (સીએનજી)થી પણ વધુ માઇલેજ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારૂતિ સેલેરિયોના વેરિએન્ટ અને કિંમત
મારૂતિ સુઝુકી સેલેરિયોના બજારમાં 8 વેરિએન્ટ આવે છે. તેની કિંમત લગભગ 5.25 લાખ રૂપિયાથી શરૂ થઇને લગભગ 7 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) વચ્ચે છે. તેનું બેસ વેરિએન્ટ LXI 1L ISS 5MT છે, જેની કિંમત 525000 રૂપિયા છે અને તેનું ટોપ વેરિએન્ટ ZXI+ 1L ISS AGS છે, જેની કિંમત 7 લાખ રૂપિયા છે. તેના VXI CNG 1L 5MT વેરિએન્ટની કિંમત 6.69 લાખ રૂપિયા છે. 

Top 5 CNG Cars: ફક્ત 3.39 લાખ રૂપિયા છે શરૂઆતી કિંમત, 35km મળશે માઇલેજ; જુઓ યાદી


મારૂતિ સેલેરિયોની માઇલેજ
મારૂતિ સુઝુકી સેલેરિયો પેટ્રોલની માઇલેજ 26.68 km ની છે, તો બીજી તરફ CNG વેરિએન્ટ (VXI CNG 1L 5MT) ની લાઇલેજ 35.60 km/kg જ્યારે મારૂતિ સુઝુકીની નવી અલ્ટો એસ-સીએનજીની સરેરાશ માઇલેજ 31.59 કિમી/કિલોગ્રામની છે. એટલે કે મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજી વેરિએન્ટની માઇલેજ વધુ છે. 


મારૂતિ સેલેરિયોનું એન્જીન અને સ્પેસિફિકેશન્સ
નવી મારૂતિ સેલેરિયોમાં નવા K10C ડુઅલજેટ 1.0 લીટર થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જીન આવે છે, જે  66 hp પાવર અને 89 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમની સાથે આવે છે. આ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube