નવી દિલ્હીઃ ભારતમાં મોટોરોલાએ પોતાના નવા સ્માર્ટફોન તરીકે  Moto E32 ને લોન્ચ કર્યો છે. કંપનીએ તેને પોતાના બજેટ ફોન તરીકે રજૂ કર્યો છે. મોટોરોલાનો લેટેસ્ટ ફોન 90Hz ડિસ્પ્લે સાથે આવે છે અને તે મીડિયાટેક હીલિયો G37 ચિપસેટથી લેસ છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું રિયર કેમેરા સેટઅપ મળે છે અને તેમાં 5000mAh ની મોટી બેટરી છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં ફોનને યુરોપમાં લોન્ચ કર્યો હતો, પરંતુ ભારતમાં તેને થોડા અલગ સ્પેસિફિકેશન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. શું છે આ ફોનની કિંમત અને ખાસિયત.. જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moto E32 ના સ્પેક્સ અને ફીચર્સ
Moto E32 માં 6.5 ઇંચની IPS LCD  પેનલ છે જે 720x1,600 પિક્સલનું HD+ રિઝોલ્યૂશન અને 90Hz રિફ્રેટ રેટ પ્રદાન કરે છે. તે Android 12 OS સાથે આવે છે, જેના ઉપર Motorola નું  My UX છે. આ સમયે તે નક્કી નથી કે ફોનમાં એન્ડ્રોયડ 13 અપડેટ મળશે કે નહીં પરંતુ મોટોએ કન્ફર્મ કર્યું છે કે તેને બે વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આપવામાં આવશે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. 


આ પણ વાંચોઃ Airtel 5G Plus લોન્ચઃ આજથી ગ્રાહકોને મળશે FREE સર્વિસ, જાણો તમામ વિગત


Moto E32 ના હેડની નીચે Helio G37 ચિપસેટ છે. તે 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 10W ચાર્જિંગની સાથે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ડ્યુઅલ-કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો અને 2 મેગાપિક્સનલું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. ફ્રંટ અને રિયર બંને કેરેમા 30fps ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ફેસ અનલોક, ડ્યુઅલ 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ 802.11એસી, બ્લૂટૂથ 5.0, જીપીએસ, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ, યૂએસબી-સી પોર્ટ, 3.5 એમએમ ઓડિયો જેક અને આઈપી52 રેટિંગ જેવી અન્ય સુવિધાઓ છે. 


ભારતમાં આટલી છે Moto E32 ની કિંમત
કંપનીએ Moto E32 ના એકમાત્ર વેરિએન્ટને લોન્ચ કર્યો છે, જે 4જીબી રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે. હેન્ડસેટની ભારતમાં કિંમત 10499 રૂપિયા છે. તેને ફ્લિપકાર્ટ દ્વારા આર્કટિક બ્લૂ અને ઇકો બ્લેક કલરમાં ખરીદી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube