Airtel 5G Plus લોન્ચઃ આજથી ગ્રાહકોને મળશે FREE સર્વિસ, જાણો તમામ વિગત

Airtel 5G Plus: એરટેલે આજે જાહેરાત કરી છે કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં તેના ગ્રાહકોને આજથી એરટેલની 5G Plus services નો લાભ મળવાનું શરૂ થઈ જશે. 

Airtel 5G Plus લોન્ચઃ આજથી ગ્રાહકોને મળશે FREE સર્વિસ, જાણો તમામ વિગત

નવી દિલ્હીઃ Airtel એ 1 ઓક્ટોબર, 2022થી ભારતમાં પોતાનું 5G મોબાઇલ નેટવર્ક રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ હતું. આજે કંપનીએ ઔપચારિક રૂપથી દેશમાં પોતાની 5G સર્વિસની જાહેરાત કરી છે. એરટેલે આજે જાહેરાત કરી છે કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં તેના ગ્રાહકોને આજથી એરટેલની 5G Plus services નો લાભ મળવાનું શરૂ થઈ જશે. કંપનીએ તે પણ કહ્યું કે તે દેશભરના શહેરોમાં પોતાની 5G Plus services સર્વિસને તબક્કાવાર રીતે ત્યાં સુધી રોલઆઉટ કરવાનું યથાવત રાખશે જ્યાં સુધી દેશભરમાં વ્યાપક રીતે સર્વિસ ઉપલબ્ધ ન થાય.

2024 સુધી દેશના દરેક ખુણામાં પહોંચશે Airtel 5G નેટવર્ક
કંપનીએ ત પણ કહ્યું કે આ વર્ષના અંત સુધી આ 5G પ્લસ બધા મુખ્ય મહાનગરોમાં ઉપલબ્ધ હશે અને 2023ના અંત સુધી 5જી નેટવર્ક તમામ શહેરોમાં ઉપલબ્ધ હશે. એરટેલે કથિત રીતે માર્ચ 2024 સુધી પોતાના 5જી નેટવર્કને દેશભરમાં તૈનાત કરવાની યોજના બનાવી છે. 

4G નેટવર્કની તુલનામાં 20થી 30 ગણી વધુ સ્પીડ મળશે
Airtel 5G Plus service ના બેનિફિટ્સ વિશે જણાવતા કંપનીએ કહ્યું કે તે પોતાના વર્તમાન 4જી નેટવર્કની તુલનામાં 20થી 30 ગણી વધુ સ્પીડ આપશે. એરટેલે કહ્યું કે તેનું 5જી પ્લસ નેટવર્ક પોતાના વિશેષ પાવર રિડક્શન સોલ્યૂશનની સાથે પર્યાવરણ પ્રત્યે દયાળુ હશે અને ગ્રાહકોને હાઈ ડેફિનેશન વીડિયો સ્ટ્રીમિંગ, ગેમિંગ અને અન્ય વસ્તુની સાથે ફોટોને તત્કાલ અપલોડ કરવાની સુવિધા આપશે. એરટેલે પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક સપોર્ટ પેજમાં તે પણ કહ્યું કે 5જી સ્પલ, ઉપલબ્ધ બેન્ડવિડ્થની માત્રામાં ઝડપી વૃદ્ધિને સક્ષમ કરશે, જે તમને એરટેલ 4જીની તુલનામાં વધુ સંખ્યામાં ડિવાઇસ જેમ કે સ્માર્ટવોચ, સ્માર્ટ હોમ સોલ્યૂશન્સ, સ્માર્ટ એપ્લાયન્સેઝ, લોકેશન ટ્રેકર્સ સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. 

એરટેલના ગ્રાહકોને સિમ અપગ્રેડ કરવાની જરૂરીયાત નહીં
એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે આ તકે કહ્યું, આજે અમે અમારી યાત્રામાં એક ડગલું આગળ વધ્યા છીએ, કારણ કે અમે અમારા ગ્રાહકો માટે સૌથી સારો અનુભવ આપવા માટે શાનદાર નેટવર્કનું નિર્માણ કરી રહ્યાં છીએ. અમારા માટે અમારા ગ્રાહક મહત્વના છે. તેથી અમારૂ સમાધાન કોઈપણ 5જી હેન્ડસેટ અને ગ્રાહકોની પાસે હાજર વર્તમાન સિમ પર કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news