નવી દિલ્હીઃ અગ્રણી મોબાઇલ ઉત્પાદક કંપની મોટોરોલા ઈન્ડિયાએ ભારતીય બજાપમાં પોતાનો નવા પ્રીમિયમ સ્માર્ટફોન ઝેડ2 ફોર્સ (Z2 force) લોન્ચ કરી દીધો છે. આ ફોનને મોટોનો બજારમાં હાજર સ્માર્ટફોન ફોર્સનું અપગ્રેટ વર્ઝન જણાવવામાં આવી રહ્યું છે. કંપનીએ ઝીટ2 ફોર્સને શૂટર પ્રુફ ડિસ્પલે સાથે લોન્ચ કર્યો છે, જે ફોનની ખાસ ખાસિયત છે. કંપની અન્ય દેશોમાં ઝેડ 2 ફોર્સ પહેલા જ લોન્ચ કરી ચૂકી છે. હવે તેને ભારતીય બજારમાં લિમિટેડ એડિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 835 એસઓસીવાળુ કાલક્રમ સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસ્પલે
મોટી ઝેડ 2 ફોર્સની બોડી એલ્યુમીનિયમથી બની છે. આ સાથે તેમા વોટર રેપ્લીએન્ટ કોટિંગ ડિસ્પલે આપવામાં આવી છે. ફોનમાં 5.5 ઇંચની 1440x2560 પિક્સલ રિઝોલ્યુશન ક્યૂએચડી ડિસ્પલે આપવામાં આવી છે. ફોનમાં પાણી ઉડે તો પણ કશું મુશ્કેલી નહીં થાય. કંપનીઓ મોટોરોલા ફોન પડવાથી સ્ક્રીન બ્રેકેજ પર 4 વર્ષની ગેરેંટી આપી છે. 


રેમ અને પ્રોસેસર
મોટોના નવા પ્રીમિયમ ફોનમાં 4 જીબી અને 6 બીજીની સાથે ક્કાલકોમ સ્નૈપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 4 જીબી રેમની સાથે 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. 6 જીબી રેમની સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. 


કેમેરા
ફોનમાં 12-12 મેગાપિક્સલના બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ બંન્ને કેમેરા સોનીના  IMX 386 ઇમેજ સેન્સરથી લેસ છે. જે એપરચર F/2.0ની સાથે આવે છે. સેલ્ફીની શોખિનો માટે 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે


કનેક્ટિવિટી અને બેટરી
કનેક્ટિવિટી માટે પોનમાં 4જી વીઓએલટીઈ, વાઇફાઇ, બ્લૂટુથ છે. હોમ બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સરને ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 2730 mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 15 વોટના ટર્બોપાવર ચાર્જરથી ચાર્જ થાય છે. કંપનીનો દાવો છે કે આ બેટરી એક દિવસનું બેકઅપ આપે છે. 


કીંમત
મોટો ઝેડ 2 ફોર્સને ભારતીય બજારમાં 34,999 રૂપિયાની કીંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કીંમતની સાથે બજારમાં પહેલાથી જ ઉપલબ્ધ વનપ્લસ 5ટી, શાઓમી એમઆઇ મિક્સ 2 અને નોકિયા 8ને ટક્કર આપી શકે છે. આ ફોન એક્સક્લુઝિવ રીતે ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હશે. તે સિવાય આ મોટો હબ સ્ટોર પર પણ મળશે. 


અન્ય ફીચર
ફોનને બેકમાં વિભિન્ન મોટો મોડ સાથે કનેક્ટિવિટી સુગમ બનાવવા માટે પોગો પિન કનેક્ટર આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર કામ કરે છે.