આગામી મહિને લોન્ચ થશે ફોલ્ડેબલ Motorola Razr, કંપનીએ કર્યો ઇશારો
આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે હોઇ શકે છે. સાથે જ Qualcomm Snapdragon 710 પ્રોસેસર બેસ્ડ હોઇ શકે છે. આ ફોન વ્હાઇટ, બ્લેક અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ હશે. તેમાં 2730 એમએએચની બેટરી હશે અને 4GB, 6GB RAM અને 64GM અથવા 128GB સ્ટોરેજ ક્ષમતા સાથે લોન્ચ થઇ શકે છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની મોટોરોલા પોતાના પોપ્યુલર બ્રાંડ રેજરને ફરીથી માર્કેટમાં રજૂ કરવા માટે તૈયાર છે. કંપનીએ પોતાના નવા સ્માર્ટફોન Motorola Razr foldable આગામી 13 નવેમ્બરના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. તમે જાણો છો કે સેમસંગ અને હુવાવેઇ પહેલાં જ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં રજૂ કરી ચૂકી છે. કંપનીએ લોન્ચિંગને ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે અને ઇનવાઇટ પણ મોકલવામાં આવી રહ્યા છે.
બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો
મળતી માહિતી અનુસાર મોટોરોલા રેઝર ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Fold અને Huawei Mate X જેવા ફોલ્ડેબલ સ્માર્ટફોનના મુકાબલે ડિઝાઇનના મામલે અલગ હશે. કંપની આ લોન્ચિંગ લોસ એંજિલ્સમાં કરવાની છે. દુનિયાભરના મીડિયા હાઉસને મોકલવામાં આવી રહેલા ઇનવિટેશનથી લાગી રહ્યું છે કે આ મોટોરોલાની ખૂબ મોટી ઇવેન્ટ થવાની છે. આ ઇવેન્ટમાં સ્પેશિયલ ગેસ્ટ પણ સામેલ હશે.
Volvo એ લોન્ચ કરી XC40 Recharge SUV, સિંગલ ચાર્જ કરતાં દોડશે 400 કિલોમીટર
સીએનઇટીના રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે હોઇ શકે છે. સાથે જ Qualcomm Snapdragon 710 પ્રોસેસર બેસ્ડ હોઇ શકે છે. આ ફોન વ્હાઇટ, બ્લેક અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ હશે. તેમાં 2730 એમએએચની બેટરી હશે અને 4GB, 6GB RAM અને 64GM અથવા 128GB સ્ટોરેજ ક્ષમતા સાથે લોન્ચ થઇ શકે છે.
Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ
માનવામાં આવી રહ્યું છે કે મોટોરોલાનો આ સ્માર્ટફોન વધુ એક મોંઘા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કેટેગરીમાં ઉમેરાઇ જશે. બીજીઆરના સમાચાર અનુસાર એવી ચર્ચા છે કે આ સ્માર્ટફોનની કિંમત 1500 અમેરિકન ડોલર એટલે કે 1,06,682 રૂપિયા હોઇ શકે છે.