નવી દિલ્હીઃ ઘણા દિવસ સુધી લીક્સમાં રહ્યાં બાદ Motorola Moto G 5G Plus ને અંતે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. તેને કંપનીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન કહેવામાં આવી રહ્યો છે. આ ડિવાઇસમાં 5G પ્રોસેસર, ક્વોડ રિયર કેમેરા,  5,000mAhની બેટરી અને ડુઅલ હોલ-પંચ ડિસ્પ્લે જેવા ફીચર્સ આપવામા આવ્યા છે. તેને શરૂઆતમાં યૂરોપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂરોપમાં તેનું વેચાણ Eur 349 (લગભગ 29,400 રૂપિયા)થી શરૂ કરવામાં આવશે. આ કિંમત 4GB/64GB મોડલ માટે રાખવામાં આવી છે. તો તેના 6 જીબી રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત Eur 399 
(લગભગ 33,700 રૂપિયા) રાખવામાં આવી છે. તેને સિંગલ સર્ફિંગ કલરમાં લોન્ચ કરવામાં આવશે. હાલ તે સ્પષ્ટ નથી કે ભારતમાં ચેને લોન્ચ કરવામાં આવશે કે નહીં. 


હોંગકોંગમાં ચીનનો કાયદો લાગૂ થયા બાદ Facebook, Twitter એ આપ્યો મોટો આંચકો


Moto G 5G Plusના સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટની સાથે 6.67-ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે તેમાં  HDR10નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટનમાં સાઇડ માઉન્ટેડ છે. 


Moto G 5G Plus માં  6GB રે સુધી 128GB સુધી બિલ્ટ-ઇન સ્ટોરેજની સાથે ક્વોલકોમ સ્નૈપડ્રેગન 765 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. કાર્ડની મદદથી સ્ટોરેજને 1 ટીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનની બેટરી 5,000mAhની છે અને તેમાં 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. 


ફોટોગ્રાફી માટે તેમાં રિયરમાં 48એમપી પ્રાઇમરી કેમેરો, 8MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો, 5MP મેક્રો કેમેરો અને 2MP ડેપ્થ સેન્સર છે. તો ફ્રન્ટમાં 16MP અને 8એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે. સાથે તેમાં 3.5mm હેડફોન જેક,  USB ટાઇપ-સી અને NFC કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube