Cheapest Annual Prepaid Plan in Rs 141: દેશની તમામ ટેલીકોમ કંપનીઓ વચ્ચે બરાબરની હરીફાઈ જામેલી છે. એક બાજુ ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્રકારની ફાયદાકારક સ્કીમો લોન્ચ કરી રહ્યા છે. તેઓ સસ્તા રિચાર્જ પ્લાન્સ દ્વારા ગ્રાહકોને અનેક લાભો આપી રહ્યા છે. આજે અમે તમને એક એવા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કીંમત અને લાભો જાણીને રિલાયંસ જિયો, એરટેલ, વીઆઈ અને તમામ મુખ્ય પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓનો પરસેવો છૂટી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે અત્યાર સુધીનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન
અમે તમને જણાવી દઈએ કે અહીં એમટીએનએલ (MTNL)નો વર્ષનો પ્રીપેડ પ્લાનની વાત થઈ રહી છે.  એમટીએનએલ એક એવો રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જેમાં તમને 150 રૂપિયાથી ઓછામાં એક વર્ષની વેલિડિટી મળે છે. તેમાં તમને હાઈસ્પીડ ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો આપવામાં આવી રહ્યો છે. 


એમટીએનએલના પ્લાનના લાભ
આવો જાણીએ કે એમટીએનએલના આ પ્લાનમાં તમને શું ફાયદ આપવામાં આવી રહ્યો છે. 141 રૂપિયાની કીંમતવાળા આ પ્લાનમાં તમને 365 દિવસ માટે ઘણા સારા ફાયદા આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં શરૂઆતના 90 દિવસો માટે દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવશે, સાથે એમટીએનએલ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિદ્યા પણ આપવામાં આવશે.


જો તમે કોઈ બીજા નેટવર્ક પર કોલ કરવા માંગતા હોય તો તેના માટે તમને મફત 200 મિનિટ્સ આપવામાં આવશે. આ મિનિટ પુરી થયા બાદ તમે 25 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી ફોન કરી શકશો. આ ચાર્જ માત્ર 90 દિવસ માટે જ રહેશે. જ્યારે, 90 દિવસો બાદ તમારે દરેક સેકેન્ડના 0.02 પૈસા ચાર્જ આપવો પડશે.


તમને જણાવી દઈએ કે, જિયો, એરટેલ અને વીઆઈમાંથી કોઈ પણ કંપની આટલો સસ્તો વર્ષનો પ્લાન ઓફર કરી રહી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube