જિયો યૂઝર્સને મોજેદરિયા! માર્કેટમાં આવી ગઈ 5.5G સેવા, જાણો તમને શું થશે ફાયદો
જિયોએ બજારમાં 5.5જી સેવા લોન્ચ કરી દીધી છે. ત્યારે તમને પણ એમ થતું હશે કે આ વળી શું છે અને તેનાથી અમને શું ફાયદો થશે. જો તમારા મનમાં આ સવાલ હોય તો આર્ટિકલ ખાસ વાંચો.
રિલાયન્સ જિયોએ પોતાની 5.5G સર્વિસને લોન્ચ કરી દીધી છે. હજુ સુધી લોકોને 5જી સેવા જ બરાબર મળી શકતી નથી ત્યાં આવામાં આખરે આ 5.5G વળી છે શું? સરળ ભાષામાં કહીએ તો તે 5જી સેવાનું વધુ સારું વર્ઝન છે. આ નેટવર્કને 5જી એડવાન્સ પણ કહેવામાં આવે છે. જેનો હેતુ સારું નેટવર્ક, ફાસ્ટ સ્પીડ અને લો લેટેન્સી ઓફર કરવાનું છે. તમે તેને સામાન્ય 5જી નેટવર્કનું સારું વર્ઝન પણ કહી શકો છો. આ અપગ્રેડ સાથે યૂઝર્સને વધુ સારું નેટવર્ક મળશે. Jio 5.5G હેઠળ યૂઝર્સને 1GBps થી વધુની સ્પીડ મળશે. ત્યારે આ જિયો 5.5G વિશે ખાસ વાતો જાણો.
શું હોય છે આ 5.5G નેટવર્ક?
5.5G હાલના 5જી નેટવર્કનું એડવાન્સ વર્ઝન છે. તેને શરૂઆતી 5જી સ્ટાન્ડર્ડ પર તૈયાર કરાયું છે જેનો હેતુ હાઈ સ્પીડ ડેટા,વ્યાપક કવરેજ અને સારી અપલિંક કનેક્ટિવિટી ઓફર કરવાનું છે. મલ્ટી કેરિયર એગ્રીગેશનની મદદથી યૂઝર્સને 5.5G નેટવર્ક પર 10Gbps સુધીની મેક્સિમમ ડાઉનલિંક સ્પીડ અને 1Gbpsની અપલિંક સ્પીડ મળશે.
તેનાથી પર્સનલ અને ઈન્ડસ્ટ્રીયલ બંને ક્ષેત્રના યૂઝર્સને મદદ મળશે. જિયો આ સર્વિસને ઓફર કરનારો એક માત્ર સર્વિસ પ્રોવાઈડર નથી. દુનિયાના અન્ય નેટવર્ક પ્રોવાઈડર્સ પણ આ સર્વિસ ઓફર કરે છે. જો કે ભારતમાં આ સર્વિસને ઓફર કરવામાં જિયો એકમાત્ર પ્લેયર છે.
યૂઝર્સને શું થશે ફાયદો
Jio 5.5G નેટવર્ક મલ્ટી સેલ કનેક્ટિવિટી સાથે લોન્ચ કરાયું છે. એટલે કે તમે એક સાથે અનેક નેટવર્ક સેલ સાથે કનેક્ટ થઈ શકશો. જે અલગ અલગ ટાવરના પણ હોઈ શકે છે. તેના કારણે તમને સારું કવરેજ અને ફાસ્ટ સ્પીડ બંને મળશે.
આ ટેક્નોલોજી જ્યાં નેટવર્ક કન્જેશન વધુ છે ત્યાં તે એરિયામાં વધુ મદદગાર સાબિત થશે. 5.5G ઈન્ડસ્ટ્રી માટે પણ સારી કેપેબિલિટી લાવશે. તેની મદદથી જરૂરી એપ્લિસેશન્સને સારું વાયરલેસ નેટવર્ક મળશે. બધુ મળીને આ ટેક્નોલોજી તમારા નેટવર્ક એક્સપીરિયન્સને એક સ્તર વધુ ઉપર લઈ જશે.
કેવી રીતે કરવું એક્ટિવેટ
આમ તો મોટાભાગના ફોનમાં આ સેટિંગ ઓટોમેટિક એક્ટિવેટ હોય છે. પરંતુ કેટલાક ફોનમાં તમારે મેન્યુઅલી એક્ટિવ કરવી પડે છે. આ માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે. અહીં તમને સેલ્યુલરના ઓપ્શન પર જવાનું રહેશે. કેટલાક ફોનમાં આ વિકલ્પ મોબાઈલ નેટવર્કના નામથી મળે છે.
તમને સેટિંગમાં અનેક પ્રકારના વિકલ્પ મળશે. અહીં તમારે Preferred Network Type પર જવાનું રહેશે. હવે તમને ઓટો અપગ્રેડ નામથી બે વિકલ્પ મળશે. એક વિકલ્પ 4G/3G/2G (ઓટો)નો હોય છે. જ્યારે બીજો વિકલ્પ 5G/4G/3G/2G (ઓટો)નો હશે. તેનો અર્થ છે કે તમારા એરિયામાં જેવું નેટવર્ક અવેલેબલ હશે તમારા ફોનમાં તે સિગ્નલ પર ઓટો અપગ્રેડ થઈ જશે.