નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં 5G સર્વિસ લોન્ચ કરી દીધી છે. આ સાથે ઘણા શહેરોમાં 5G સર્વિસ મળવા લાગશે. ભલે દેશના બધા શહેરોમાં 5G આજથી ન મળે, પરંતુ આગામી વર્ષના અંત સુધી આ સર્વિસ દેશના દરેક ખુણે પહોંચી જશે. એટલે કે દેશમાં 5જી સર્વિસ મળવા લાગશે. સવાલ છે કે તે માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈપણ કંપનીએ પોતાના 5G ડેટા કે 5G રિચાર્જ પ્લાનની જાણકારી આપી નથી. પરંતુ રિલાયન્સ જિયોના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતમાં જિયો સસ્તી 5G સર્વિસ લઈને આવશે. 


અફોડ્રેબલ હશે 5G સર્વિસ
તેમણે ઈન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G લોન્ચ સમયે કહ્યું- ભારતે ભલે થોડી મોડી શરૂઆત કરી છે, પરંતુ આપણે દુનિયાની તુલનામાં ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ સસ્તી 5G સેવાઓને શરૂ કરીશું. 


આ 13 શહેરોને સૌથી પહેલા મળશે સુપરડુપર ફાસ્ટ ઈન્ટરનેટ, ગુજરાતના 3 શહેર સામેલ


પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તમારે રિચાર્જ માટે કેટલા પૈસા ચુકવવા પડશે. પરંતુ ટેલીકોમ કંપનીઓ સતત 5જી પ્લાન્સની કિંમતને લઈને કહી રહી છે કે તે 4જી જેવી હશે. તેતો નક્કી છે કે 5G રિચાર્જની કિંમત 4જીના મુકાબલે વધુ હશે, પરંતુ દુનિયાના બીજા દેશોના મુકાબલે આપણો ખર્ચ ઓછો હોઈ શકે છે. 


શું બોલ્યા મુકેશ અંબાણી
રિયાલન્ય ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે, 'જનસંખ્યા અને ડિજિટલ ટેક્નોલોજીની સંયુક્ત શક્તિનો ઉપયોગ કરી, ભારત દુનિયાની અગ્રણી ડિજિટલ સોસાયટી બની શકે છે. ગ્રોથ અને ડેવલોપમેન્ટના ડબલ લક્ષ્યોને એક સાથે પ્રાપ્ત કરી શકાય છે. ભારતને 3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 2047 સુધી 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બૂનાવવા અને પ્રતિ વ્યક્તિ આવકને 2,000 ડોલરથી વધારી 20,000 ડોલર સુધી લઈ જઈ શકાય છે. તેથી તે કહેવું અકિશ્યોક્તિ હશે નહીં કે 5G એક ડિજિટલ કામધેનુની જેમ છે, જે આપણે જોઈએ તે આપી શકે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube