How to Block Spam Calls and SMS on Jio: હાલના સમયમાં સ્પામ કોલ અને નકામા એસએમએસએ કરોડો યૂઝર્સને હેરાન પરેશાન કર્યા છે. ભલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી ખુબ એડવાન્સ થઈ ગઈ હોય પરંતુ સાઈબર અપરાધી તેનો ઉપયોગ સ્પામ કોલ અને એસએમએસ તમારા સુધી પહોંચાડવા માટે કરે છે. રોબોકોલ જેવી ટેક્નોલોજી તેનું એક મોટું ઉદાહરણ છે પરંતુ હાલમાં જ મુકેશ અંબાણીની જિયોએ આવા કોલ્સને બ્લોક કરવા માટે એક ખાસ પ્રકારની સુવિધા શરૂ કરી છે. ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પામ કોલ અને એસએમએસ કેવી રીતે બ્લોક કરવા
જો તમે જિયો નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હોવ તો MyJio એપ દ્વારા સરળતાથી કામના ન હોય તેવા કોલ અને મેસેજને બ્લોક કરી શકો છો. પરંતુ તે તમને બ્રાન્ડ્સથી આવનારા ઈમ્પોર્ટન્ટ મેસેજ જેમ કે OTP અને અપડેટ્સને બ્લોક કરતું નથી. જ્યારે સ્પામ કોલને રોકવાનું ઓપ્શન  આપે છે પરંતુ તમે ઈચ્છો તો તમામ સ્પામ કોલ અને એસએમએસ સંપૂર્ણ રીતે બ્લોક કરી શકો છો કે પછી કેટલાક કોલ રિસિવ કરવા માટે બ્લોકિંગમાં વિકલ્પ પણ  પસંદ કરી શકો છો. 


DND સર્વિસને ઓન કરો
જિયો નેટવર્ક પર સ્પામ કોલ અને મેસેજને બ્લોક કરવા માટે તમારે ડુ નોટ ડિસ્ટર્બ  (DND) સેવાને ઓન કરવાની રહેશે. જો કે ધ્યાન આપવું કે આ સેવા કેટલાક ટેલિમાર્કેટિંગકોલને પણ બ્લોક કરી શકે છે. DND સેવાઓને કસ્ટમાઈઝ કરવી પણ ખુબ સરળ છે. તમે બ્લોક કરવા હોય તે કોલ અને મેસેજની કેટેગરી સિલેક્ટ કરી શકો છો જેમ કે  બેંકિંગ, રિયલ એસ્ટેટ, શિક્ષણ, પર્યટન, સ્વાસ્થ્ય અને અન્ય. તમે ફૂલ બ્લોક ઓપ્શન સિલેક્ટ કરો, આમ છતાં તમે તમારા સર્વિસ પ્રોવાઈડર અને સરકારી એજન્સીઓ તરફથી લેવડ દેવડ સંલગ્ન કોલ અને એસએમએસ મેળવતા રહેશો. 


DND સર્વિસ કેવી રીતે સેટઅપ કરવી


- આ માટે સૌથી પહેલા MyJio એપ ઓપન કરો. 


- ત્યારબાદ મોર ઓપ્શન પર જાઓ. 


- હવે Do Not Disturb વિકલ્પ પર ક્લિક કરો. 


- ફૂલ બ્લોક અને પ્રમોશનલ કોમ્યુનિકેશન બ્લોકિંગને ઓન કરો. 


- ત્યારબાદ તમારી જરૂરિયાત પ્રમાણે તેને કસ્ટમાઈઝ કરો.