દેશના જાણીતા ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની  રિલાયન્સ જિયોએ થોડા દિવસ પહેલા જ પોતાના ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો. કંપની પોતાના યૂઝર્સને અલગ અલગ પ્રાઈઝ રેન્જમાં રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જે અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. કોઈમાં વધુ ડેટા મળે છે તો કોઈ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા. પોર્ટફોલિયો અપડેટ કર્યા બાદ કંપની પોતાના ગ્રાહકોને અનેક પ્રીપેઈડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાંથી એક પ્લાન 899 રૂપિયાનો પણ છે. આ પ્લાન પોતાની વેલિડિટી અને ડેટા બેનિફિટ્સ માટે જાણીતો છે. ખાસ જાણો આ પ્લાનની વિગતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાનની વિગતો
જિયોનો 899 રૂપિયાનો પ્રીપેઈડ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે એટલે કે તમે 3 મહિના સુધી તે વાપરી શકો છો. ડેટાની વાત કરીએ તો તેમાં તમને રોજ 2 જીબી ડેટાની સુવિધા મળે છે. આ સાથે જ જિયોના આ પ્લાનમાં યૂઝર્સને 20GB વધારાનો ડેટા પણ મળે છે. આમ આ પ્લાનમાં તમને કુલ 200 GB ડેટા મળે છે. આ પ્લામાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલે કે તમે 90 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર જેટલું ઈચ્છો એટલું કોલિંગ કરી શકો છો. 


વધારાના ફાયદા અને 5જી  ઈન્ટરનેટ
આ પ્લાનમાં યૂઝરને રોજ 100 SMS ની સુવિધા પણ મળે છે. આ સાથે જ જિયોના આ પ્લાનમાં યૂઝર્સને એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા, અને જિયો ક્લાઉડનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળે છે. આ ઉપરાંત જો તમે 5જી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ  અને તમારા એરિયામાં 5જી નેટવર્ક ઉપલબ્ધ હોય તો તમે હાઈ સ્પીડ ઈન્ટરનેટનો પણ ફાયદો ઉઠાવી શકો છો. 


કોના માટે છે આ પ્લાન?
આ પ્લાન એવા લોકો માટે ખુબ સારો છે જે લોકો વધુ ડેટા વાપરે છે અને લાંબી વેલિડિટીવાળો પ્લાન પસંદ કરે છે. જો તમે OTT પ્લેટફોર્મ પર વીડિયો જોતા હોવ, ગેમ રમતા હોવ કે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોવ તો આ પ્લાન તમારા માટે એકદમ પરફેક્ટ છે.