Mukesh Ambani નો માસ્ટરસ્ટ્રોક, Jioનો આ પ્લાન 186 રૂપિયામાં આપી રહ્યો છે દરરોજ 1 GB ડેટા, જાણો બેનિફિટ્સ
Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો પોતાના યુઝર્સને જરૂરીયાત પ્રમાણે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આજે અમે જિયોના એક પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં ઓછી કિંમતમાં ડેટા અને કોલિંગનો ફાયદો મળે છે.
Reliance Jio Prepaid Plan: રિલાયન્સ જિયો દેશની જાણીતી ટેલીકોમ કંપની છે. દેશમાં આશરે જિયોના 49 કરોડ યુઝર્સ છે. જિયોએ દેશમાં ઈન્ટરનેટ વપરાશમાં ક્રાંતિ લાવી છે. તેના લોન્ચ થયા બાદ અનેક લોકો ઈન્ટરનેટ લોન્ચ કરવા લાગ્યા છે. સાથે જિયોએ દેશના ખુણા-ખુણામાં ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. કેટલાક સમય પહેલા જિયોએ પોતાના પોર્ટફોલિયોને અપડેટ કર્યો હતો. કંપનીએ પોતાના યુઝર્સને અલગ-અલગ પ્રાઇસ રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જે અલગ-અલગ બેનિફિટ્સની સાથે આવે છે. યુઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે યોગ્ય પ્લાનની પસંદગી કરી શકે છે.
Jio નો 186 રૂપિયાવાળો પ્લાન
જિયોની પાસે 200 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન હાજર છે, જેમાં યુઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ, કોલિંગ વગેરેનો લાભ મળે છે. જિયોએ મોંઘા રિચાર્જની ચિંતા દૂર કરી દીધી છે. આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે યુઝર્સને ઓછી કિંમતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ આપે છે. અમે જિયોના જે પ્લાનની વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 186 રૂપિયા છે અને આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.
આ પણ વાંચોઃ આશ્ચર્ય! વેગનઆર, ક્રેટા, પંચ, સ્વિફ્ટ...બધાને છોડી લોકોએ આ કાર ખરીદવા પડાપડી કરી
પ્લાનના બેનિફિટ્સ
બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. એટલે કે યુઝર્સને કુલ 28જીબી ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. એટલે કે 28 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર ગમે એટલી વાત કરી શકો છો. સાથે પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય પ્લાનમાં યુઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન JioPhone યુઝર્સ માટે છે.