Reliance Jio Prepaid Plan: મુકેશ અંબાણી દેશ-વિદેશમાં એક જાણીતા બિઝનેસમેન છે અને દેશના સૌથી અમીર વ્યક્તિ છે. થોડાક સમય પહેલા ટેલીકોમ કંપની રિલાયંસ જિયોએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી દીધો હતો. જિયોને જોઈને બીજી ટેલીકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને વોડાફોન-આઈડિયાએ પણ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો. કિંમતોમાં વધારો કર્યા બાદ મુકેશ અંબાણી જિયો યૂઝર્સને એક એવો પ્લાન ઓફર કરી રહ્યા છે, જે સૌથી ઓછી કિંમતમાં સૌથી વધુ વેલિડિટી ઓફર કરે છે અને સર્વિસ આપે છે. જિયોના આ પ્લાનથી ટેલીકોમ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. આવો તમને આ પ્લાન વિશે ડિટેલમાં જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 75 રૂપિયામાં 23 દિવસ સુધી આ સર્વિસવાળો પ્લાન
રિલાયંસ જિયો પોતાના યૂઝર્સને અલગ અલગ પ્રાઈસ રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સ અલગ અલગ બેનિફિટ્સની સાથે આવે છે. આ બેનિફિટ્સ ડેટા, વેલિડિટી અને ઓટીટી એપના સબ્સક્રિપ્શનના આધાર પર અલગ અલગ હોય છે જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો તમને એક એવો પ્લાન મળશે, જે માત્ર 75 રૂપિયામાં 23 દિવસો સુધી સર્વિસ આપે છે. આવો તમને તેના બેનિફિટ્સ જણાવીએ.


વેલિડિટી અને કોલિંગ
જિયોના આ પ્લાનમાં યૂઝર્સને 23 દિવસની વેલિડિટી મળે છે અને આખી વેલિડિટી દરમિયાન યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલે કે તમે ભારતમાં કોઈ નેટવર્ક પર આખા 23 દિવસો સુધી અનલિમિટેડ કોલિંગ કરી શકશો. સાથે યૂઝર્સને 50 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે.


આ વાતનું રાખો ખાસ ધ્યાન
યૂઝર્સને આ પ્લાનમાં કુલ 2.5 જીબી ડેટા મળે છે, જેમાં રોજના 100 એમબી મળે છે અને 200 એમબી જેટા એક્સ્ટ્રા મળે છે. તેના સિવાય યૂઝરને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પ્લાન માત્ર જિયો ફોન યૂઝર્સ માટે છે. જો આજે જિયો ફોનનો ઉપયોગ કરો છો તો તમે આ પ્લાનનો લાભ ઉઠાવી શકો છો.