Elon Musk Twitter News Latest Updates: છેલ્લાં કેટલાંક સમયથી જાણે કે, ટ્વીટરની દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે. એક તરફ કંપની મોટાપાયે કર્મચારીઓની છટણી કરી રહી છે. બીજી તરફ યુઝર્સ માટે પણ ટ્વીટરનું વલણ સતત બદલાઈ રહ્યું છે. ધીરે ધીરે હવે પહેલાં જેટલું યુઝર ફેન્ડલી નથી રહ્યું ટ્વીટર. તેમાં હવે બ્લૂ ટિક માટે પણ ચાર્જની વાત સામે આવી છે. જ્યારથી એલન મસ્કે ટ્વીટર ખરીદ્યું ત્યારથી જ આ બધો ડખો શરૂ થયો છે. એવામાં અનેક ફરિયાદોથી કંટાળીને કંપનીના માલિકી એવા એલન મસ્કે પોતે જ પોતાનું ટ્વીટર એકાઉન્ટ લોક કરી દીધું. લોકો કહી રહ્યાં છેકે, આ ભાઈનું તો ભલુ પૂછવું કંઈ પણ કરી શકે છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ઓક્ટોબરમાં એલન મસ્કના ટ્વીટર ટેકઓવર બાદથી તેમાં સતત સુધારા વધારા આવી રહ્યાં છે, આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કોઇને કોઇ વાત પર ચર્ચામાં રહ્યુ છે. હવે તાજેતરમાં એલન મસ્કે પોતાના ટ્વીટર એકાઉન્ટને લૉક એટલે કે પ્રાઇવેટ કરી દીધુ છે. 


થોડાક દિવસો પહેલા જ કંપનીએ પબ્લિક અને પ્રાઇવેટ પૉસ્ટના ફિચર્સને લૉન્ચ કર્યા છે. આ ફિચરના લૉન્ચ થયા બાદથી સતત ટ્વીટર યૂઝર્સ (Twitter Users) આનાથી જોડાયેલી પોતાની ફરિયાદોને શેર કરી રહ્યાં હતા. આ પછી મસ્કે બુધવારે પતોાનુ ટ્વીટર એકાઉન્ટને બુધવારે સવાર સુદી પ્રાઇવેટ કરી દીધુ. આ ટેસ્ટિંગ બાદ મસ્કે કહ્યું કે આ ફિચર્સમાં કેટલીક ખામીઓ છે, જેને કંપની જલદી ઠીક કરવાની કોશિશ કરશે.


મંગળવારે  Ian Miles Cheong નામના એક ટ્વીટર યૂઝરે પોતાની ફરિયાદ કરી, તેને કહ્યું કે જ્યારે તેનો પોતાનુ એકાઉન્ટ પ્રાઇવટ સેટ કરીને ટ્વીટ કર્યુ તો ટ્વીટ પલ્બિક ફિચરની સરખામણીમાં વધુ લોકો સુધી પહોંચ્યુ છે. આ ફરિયાદ બાદ મસ્કે આનો જવાબ આપતા લખ્યુ- આ એકદમ સંવેદનશીલ મામલો છે, અને અમે જલદીમાં જલદી આ ફરિયાદોનુ નિવારણ લાવીશુ. આ પછી મસ્કે ફટાફટ આના પર પોતાનુ ટેસ્ટિંગ કરવાનો ફેંસલો લીધો છે.