Rules For Netflix: આજકાલ Netflix નો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરે છે જ્યાં તમને નવી મૂવીઝ અને વેબ સિરીઝ જોવા મળે છે. નેટફ્લિક્સ એ મનોરંજનનો એક બેસ્ટ ઓપશન છે પરંતુ શું તમે જાણો છો કે હવે તેને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવાથી તમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય છે! છેલ્લા કેટલાક વર્ષોમાં મેક્સએક્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, પરંતુ તેમ છતાં લાખો લોકોના ઉપયોગના તરીકાથી કંપનીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. વાસ્તવમાં નેટફ્લિક્સ યુઝર્સ તેમનો આઈડી-પાસવર્ડ શેર કરે છે અને તેનાથી કંપનીને નુકસાન થાય છે. જો તમે પણ આવું કરશો તો હવે આમ કરવાથી તમને જેલ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
સવાર સવારમાં ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
તંબુમાં રહીને આ છોકરો બન્યો કરોડોનો માલિક, 13 વર્ષની ઉંમરે બનાવ્યો આ 'મહારેકોર્ડ
ભારતીય સેનામાં નોકરી, પગાર રૂ. 81100, અહીં મોકલો ફોર્મ..


પાસવર્ડ શેર કરવો એ ગુનો ગણાશે
જો તમે હવે તમારો Netflix એકાઉન્ટ પાસવર્ડ કોઈની સાથે શેર કરો છો, તો આમ કરવાથી તમે જેલના સળિયા પાછળ જઈ શકો છો, અમે એમ નથી કહી રહ્યા પરંતુ ખરેખર આમ કરવું હવે છેતરપિંડીની શ્રેણીમાં આવી ગયું છે. આમ કરવું ગુનો ગણવામાં આવશે અને આ માટે તમારે જેલની સજા અથવા ભારે દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોથી, લોકોમાં પાસવર્ડ શેર કરવાનો ટ્રેન્ડ ખૂબ મોટો છે, લોકો એક એકાઉન્ટને સબસ્ક્રાઇબ કરે છે અને ચારથી પાંચ લોકો તે એકાઉન્ટમાંથી મૂવી જુએ છે. 


તાજેતરમાં સરકારે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીની પાઇરસીને લઈને એક નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે, જેમાં જો તમે કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ OTT પ્લેટફોર્મનો પાસવર્ડ શેર કરશો, તો તમારી સામે કડક પગલાં લેવામાં આવશે અને તે માત્ર નેટફ્લિક્સ પર જ લાગુ પડતું નથી. બલ્કે, આ કાયદો બજારમાં તમામ OTT પ્લેટફોર્મ માટે લાગુ થશે. જો કે આ નિયમ ભારતમાં લાગુ કરવામાં આવ્યો નથી, પરંતુ યુકેમાં લાગુ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:
આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે, કોઈ એક ઉપાય પણ કરશો તો ભરાઈ જશે તિજોરી
અમૂલે લોકોનું બજેટ બગાડ્યું: દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો કેટલો થયો નવો ભાવ
ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube