આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે, આમાંથી કોઈ એક ઉપાય પણ કરશો તો ભરાઈ જશે તમારી તિજોરી

Shaniwar Ke Upay: શનિવાર શનિદેવને સમર્પિત છે. હિન્દુ શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જો શનિદેવ ગુસ્સે થાય છે તો તમને રાજામાંથી રંક બનાવી દે છે અને પ્રસન્ન થાય તો તમારા જીવનમાં કોઈ ખામી રહેતી નથી. પરંતુ શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. 

આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે, આમાંથી કોઈ એક ઉપાય પણ કરશો તો ભરાઈ જશે તમારી તિજોરી

Shaniwar Ke Upay: કર્મ કોઈને છોડતું નથી. તમે આ શબ્દ તો સાંભળ્યા જ હશે. કેમ કે જેવું કર્મ કરો તેવું ફળ મળે છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. હિન્દુ શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જો શનિદેવ ગુસ્સે થાય છે તો તમને રાજામાંથી રંક બનાવી દે છે અને પ્રસન્ન થાય તો તમારી પર આર્શીવાદ વરસાવી દે છે. શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. સાચી ભક્તિ અને શુદ્ધ મનથી કરેલા કાર્યથી જ શનિદેવ પ્રસન્ન થાય છે. આ સિવાય શનિદેવની પૂજા અને નિયમો અનુસાર ઉપવાસ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તે તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે. બીજી તરફ જો શનિદેવ ક્રોધિત થઈ જાય તો માણસ પર અનેક પ્રકારની પરેશાનીઓ આવે છે. 

આ પણ વાંચો :

શનિવારના દિવસે તમારી સાથે કોઈ ને કોઈ નુકસાન થાય છે તો તમારે શનિદેવને શાંત કરવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ અને વિશેષ પૂજા પદ્ધતિથી શનિદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાય જણાવીશું. જેનાથી તમે શનિવારે શનિદેવને પ્રસન્ન કરી શકો છો.

શનિવારના ઉપાયો

- શનિવારે તેલથી બનેલી વાનગી ભિક્ષુકને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

- બ્રહ્મ મુહૂર્તમાં પીપળના વૃક્ષને જળ અર્પણ કરો અને 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો, પછી પીપળના વૃક્ષને સ્પર્શ કરો અને સાત પરિક્રમા કરો.

- શનિવારે ભિક્ષુકને કાળા અડદનું દાન કરો.

- શનિવારે સાંજે તમારા ઘરમાં ગુગલનો ધૂપ પ્રગટાવો.

- શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કાળા અડદને પાણીમાં પ્રવાહિત કરો.

- શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

- શનિવારે અડદ, તલ, તેલ, ગોળના લાડુ બનાવીને એવી જગ્યાએ દાટી દો જ્યાં કોઈની પણ હલનચલન ન હોય. આમ કરવાથી પણ તમારા પર શનિદેવની કૃપા વરસશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news