New Car Launches In August 2024: આગામી મહિને ભારતીય બજારમાં 3 એવી ગાડીઓ લોન્ચ થવા જઈ રહી છે, જેની ગ્રાહકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જ્યાં એક તરફ ટાટા મોટર્સની પ્રથમ એસયુવી કૂપે કર્વ છે, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના 5 ડોર થાર મોડલને થાર રોક્સના રૂપમાં રજૂ કરી રહી છે. ત્યારબાદ સિટ્રોએન પણ પોતાની એસયુવી કૂપે બસાલ્ટ લાવી રહી છે, જે કંપનીની ભારતીય બજારમાં ઉપસ્થિતિ વધારવાની સાથે બાકી મિડસાઇજ એસયુવી માટે નવો પડકાર રજૂ કરશે. તો આવો એક-એક કરી આ કાર વિશે તમને વિસ્તારથી જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા કર્વ
ટાટા મોટર્સ આગામી 7 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાની પ્રથમ એસયુવી કૂપે ટાટા કર્વને લોન્ચ કરવા જઈ રહી છે, જે કંપનીની સૌથી સ્ટાઇલિશ રજૂઆત થવાની છે. ટાટા કર્વના ઈલેક્ટ્રિક વેરિએન્ટને પહેલા લોન્ચ કરી શકાય છે અને પછી આવનારા સમયમાં તેને આઈસી એન્જિન, એટલે કે પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટને પણ લોન્ચ કરવામાં આવશે. પાવરફુલ લુક, મોડર્ન ફીચર્સ, ટોપ ક્લાસ સેફ્ટીથી લેસ ટાટા કર્વ મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં બાકી કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Jio યુઝર્સ માટે મુકેશ અંબાણીએ ખોલ્યો 5G ઈન્ટરનેટનો ખજાનો, હવે ઓછી કિંમતમાં વાપરો નેટ


મહિન્દ્રા થાર રોક્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી 15 ઓગસ્ટે દેશ-દુનિયામાં પોતાની 5 ડોર થાર લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ થાર રોક્સ રાખવામાં આવ્યું છે. 3 ડોરના મોડલને મુકાબલે સારો લુક, ઘણા બધા લેટેસ્ટ ફીચર્સ અને પાવરફુલ એન્જિનની સાથે ઘણી ખુબીઓથી લેસ થઈને આવી રહેલી મહિન્દ્રા થાર રોક્સ ભારતીય એસયુવી બજારમાં ધૂમ મચાવવાની ક્ષમતા ધરાવે છે. 


સિટ્રોએન બસાલ્ટ
ફ્રેન્ચ કાર કંપની સિટ્રોએન આગામી 2 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરશે, જેનું નામ બસાલ્ટ છે. સિટ્રોએન બસાલ્ટ એસયુવી કૂપે સેગમેન્ટની કાર છે અને તે લુકમાં ખુબ આકર્ષક છે. તેમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન મળી શકે છે. ઈન્ટીરિયર અને ફીચર્સના મામલામાં સિટ્રોએન બસાલ્ટ દમદાર હશે.