Jio યુઝર્સ માટે મુકેશ અંબાણીએ ખોલ્યો 5G ઈન્ટરનેટનો ખજાનો, હવે ઓછી કિંમતમાં મન ભરીને વાપરો નેટ

Reliance Jio New Plan: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ 5જી ડેટા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યાં છે. આ પ્લાનમાં યૂઝર્સને ઓછી કિંમતમાં 5જી ઈન્ટરનેટની મજા મળશે. 
 

Jio યુઝર્સ માટે મુકેશ અંબાણીએ ખોલ્યો 5G ઈન્ટરનેટનો ખજાનો, હવે ઓછી કિંમતમાં મન ભરીને વાપરો નેટ

Reliance Jio 5G Data Booster Plan: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને એશિયાના સૌથી ધનીક વ્યક્તિ મુકેશ અંબાણીએ જિયો યુઝર્સ માટે ઓછા રૂપિયામાં 5G ઈન્ટરનેટનો ખજાનો ખોલી દીધો છે. તાજેતરમાં તેમની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ પ્રીપેડ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીએ પોતાના રેટિફ પ્લાનના રેટ વધારી દીધા હતા. એક સાથે મોટો વધારો કરતા કંપનીએ ટેરિફને 12.5 ટકાથી લઈને 25 ટકા સુધી મોંઘા કરી દીધા હતા. કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવતા યુઝર્સ ખુબ પરેશાન હતા. કંપનીએ હવે ઓછી કિંમતમાં યુઝર્સ માટે 5G ઈન્ટરનેટ પ્લાન લોન્ચ કર્યાં છે.

આ પ્લાન કર્યાં લોન્ચ
આ પ્લાન તે યૂઝર્સ માટે છે જેની પાસે પહેલાથી  1GB કે 1.5GB ડેલી ડેટાવાળો પ્રીપેડ પ્લાન છે. આ નવો પ્લાન જિયોની વેબસાઇટ પર "True Unlimited Upgrade" સેક્શનમાં મળશે. તેની કિંમત 51 રૂપિયા, 101 રૂપિયા અને 151 રૂપિયા છે. આ પ્લાન 479 રૂપિયા અને 1899 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની સાથે કામ કરશે નહીં. 51 રૂપિયાવાળા પ્લાનમાં તમને 3GB 4G ડેટા અને અનલિમિટેડ 5જી ડેટા મળશે. 101 રૂપિયાવાળા પ્લાનમાં તમને 6GB 4G ડેટા અને અનલિમિટેડ 5જી ડેટા મળશે. તો 151 રૂપિયાવાળા પ્લાનમાં તમને 9GB 4G ડેટા અને અનલિમિટેડ 5જી ડેટાની સુવિધા મળશે.

ક્યાં યુઝર્સ માટે છે ફાયદાકારક
જો તમારી પાસે જિયોનો 2જીબી કે તેનાથી વધુ ડેટાવાળો પ્લાન છે તો તમને 5જી ઈન્ટરનેટ મળી રહ્યું હશે. પરંતુ જે યુઝર્સ 1જીબી કે 1.5જીબી વાળો પ્લાન છે, તેને 5જી ઈન્ટરનેટનો ફાયદો મળતો નથી. જિયોએ આ યુઝર્સને 5જી ઈન્ટરનેટનો ફાયદો આપવા માટે 5જી ડેટા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યાં છે. આ પ્લાન્સમાં અલગથી કોઈ વેલિડિટી મળતી નથી પરંતુ તે જૂના પ્લાનની સાથે કામ કરે છે. આ પ્લાનમાં તમને એક્સ્ટ્રા 4જી ડેટા પણ મળશે. પરંતુ સૌથી જરૂરી વાત છે કે તમને 5જી ઈન્ટરનેટ મળી જશે. 

ઓછા રૂપિયામાં અનલિમિટેડ 5G ઈન્ટરનેટ
જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક સારી રીતે કામ કરે છે તો આ પ્લાન તમને ઉપયોગી થશે. તેમાં તમને ઓછા રૂપિયામાં અનલિમિટેડ 5જી ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. આ પ્લાનને Jio ની વેબસાઇટ My Jio એપ, Jio સ્ટોર કે કોઈ રિટેલર પાસેથી ખરીદી શકો છો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news