TVS Apache RR 310નો નવો અવતાર લોન્ચ, એમએસ ધોની બન્યો પ્રથમ ગ્રાહક
કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, સ્લિપર ક્લચવાળી TVS Apache RR 310નો સૌથી પ્રથમ ગ્રાહક ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર એમએસ ધોની છે.
નવી દિલ્હીઃ TVS Apache RR 310નું અપગ્રેટ મોડલ ભારતમાં લોન્ચ થઈ ગયું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 2.27 લાખ રૂપિયા છે. TVS Motor Companyએ પોતાની અપડેટેડ વર્ઝનવાળી TVS Apache RR 310ને સ્લિપર ક્લચની સાથે બજારમાં ઉતારી છે. તેના રેસિંગ ફીચર્સને ટ્યૂન આપવામાં આવ્યું છે. ટીવીએસ પ્રમાણે રાઇડિંગના અનુભવને શાનદાર કરવા માટે તેને અપગ્રેડ કરવી જરૂરી હતી. નવા મોડલવાળી Apache RR 310ના સ્ટાઇલિંગમાં ઘણા નાના ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં Phantom Black નવા કલરનું મોડલ સામેલ છે. બાઇકમાં આપવામાં આવેલ સ્લિપર ક્લચ ચેન સ્લિપ અને ફાસ્ટ ડાઉનશિફ્ટ વ્હીલ હોપને રોકવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે Apache RR 310ના ગ્રાહક પોતાની બાઇકને સ્લિપર ક્લચમાં અપગ્રેડ કરાવી શકે છે, જે ટીવીએસ રેસિંગ એક્સેસરીઝમાં ઉપલબ્ધ છે.
મહેન્દ્ર સિંહ ધોની બન્યો પ્રથમ ગ્રાહક
કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, સ્લિપર ક્લચવાળી TVS Apache RR 310નો સૌથી પ્રથમ ગ્રાહક ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર એમએસ ધોની છે.
TVS Apache RR 310માં પાવર માટે રિવર્સ-ઇનક્લાઇન્ટ ડબલ ઓવરહેટ કેમ લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં ઓયલ કૂલિંગ ટેકનિલનો અલગથી વિકલ્પ આપવામાં આવ્યો છે. તેનું એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. તેને 313 સીસી, સિંગલ-સિલિન્ડર એન્જિનને સંયુક્ત રૂપથી
TVS Motor Company અને BMW Motorrad તરફથી બનાવવામાં આવ્યું છે, જેમ કે BMW G 310 R અને BMW G 310 GSમાં કરવામાં આવ્યું છે.
TVS Apache RR 310નું એન્જિન 9,700 આરપીએમ પર 34 bhp ની મેક્સિમમ પાવર અને 7700 આરપીએમ પર 27.3 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
આરામનું રાખવામાં આવ્યું છે ધ્યાન
ટીવીએસ પ્રમાણે આ અપડેટેડ મોટરસાઇકલમાં ઘણા ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેથી પહેલાના મુકાબલે શાનદાર રાઇડિંગનો અનુભવ મળશે.