નવી દિલ્હી : ટેલિકોમ સેક્ટરમાં જિયોને ભારે સ્પર્ધા આ્રપવા માટે એરટેલે પોતાના 399 રૂ.ના પ્લાનમાં ડેટા લિ્મિટ વધારી દીધી છે. કંપની પહેલાં આ પ્લાનમાં રોજ 1.4GB ડેટા ઉપલબ્ધ કરાવતી હતી. મળતી માહિતી પ્રમાણે હવે કંપનીએ પોતાના આ પ્લાનમાં બદલાવ કર્યો છે અને ડેટા વધારી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલીકોમટોકની માહિતી પ્રમાણે એરટેલે પોતાના 399 રૂ.ના પ્લાનમાં બદલાવ કરીને રોજ 2.4GB ડેટા આપવાનું શરૂ કરી દીધું છે. જોકે  હાલમાં આ બદલાયેલા પ્લાનનો ફાયદો ગણતરીના ગ્રાહકોને જ મળી રહ્યો છે. એરટેલને આ પગલાથી જિયોને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે કારણ કે જિ્યો આ કિંમત પર 84  દિવસો માટે રોજ 1.5GB ડેટા ઉપલબ્ધ કરાવે છે. 


યુપીમાં જીત માટે બીજેપીનો માસ્ટરપ્લાન, 50 સીટ હશે ટાર્ગેટ પર


એરટેલના 399 રૂ.ના પ્લાનની વાત કરીએ તો એમાં 70 દિવસોની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલ પણ આપવામાં આવે છે. હાલમાં કેટલાક પસંદગીના યુઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ યુઝર્સને જ વધેલા ડેટાનો પણ લાભ મળે છે. આમ, આ પસંદગીના ગ્રાહકોને 399 રૂ.ના પ્લાનમાં 84 દિવસોની વેલિડિટી સાથે રોજ 2.4GB ડેટા, રોજ 100SMS અને અનલિમિટેડ વોઇસ કોલ દેવામાં આવે છે. આમ, ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 1.97 રૂ.ની ચુકવણી કરવી પડશે જે ઇન્ડસ્ટ્રીમાં 1GB ડેટા માટે સૌથી ઓછી કિંમત છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા કરો ક્લિક