નવી દિલ્હી: મોંઘી કારના શોખીન મુકેશ અંબાણીના જિઓ ગેરેજમાં વધુ એક નવી કારની એન્ટ્રી થઈ છે. થોડા દિવસ પહેલાં આવેલી Cadillac Escalade પછી હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને Rolls Royce Cullinanનું કસ્ટમાઈઝ મોડલ મંગાવ્યું છે. અંબાણીના ગેરેજમાં થયેલ આ નવી એન્ટ્રીને ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર માનવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મોંઘી ગાડી ગણાવી રહ્યા છે આરટીઓ અધિકારી:
ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીએ અલ્ટ્રા લક્ઝરી હેચબેક Rolls Royce Cullinanને પોતાની કારના કાફલામાં સામેલ કરી છે. આ અઠવાડિયે તેમણે કરોડોની કિંમતવાળી એસયૂવી Cadillac Escaladeને ઈમ્પોર્ટ કરાવી. આ તે કાર છે જેનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપતિ માટે કરવામાં આવે છે. હવે તેમના કાફલામાં Rolls Royce Cullinanનું પેટ્રોલ મોડલ આવ્યું છે. જેની કિંમત 13.14 કરોડ રૂપિયા છે. આરટીઓના અધિકારી જણાવી રહ્યા છે કે આ સંભવત: ભારતની અત્યાર સુધીની કિંમતી કાર છે.

પિતાના મોત બાદ માસૂમ બાળકોને રેસ્ટોરેન્ટ ભાડુ ચૂકવવાના ફાંફા, Anand Mahindra એ આ રીતે કરી મદદ


અંબાણીએ કારમાં કરાવ્યું ખાસ મોડિફિકેશન:
રિપોર્ટમાં આરટીઓના અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે આ કાર 31 જાન્યુઆરીએ સાઉથ મુંબઈના તારદેવ રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રજિસ્ટર થઈ છે. જ્યારે આ કાર ભારતમાં 2018માં લોન્ચ થઈ હતી. ત્યારે તેની કિંમત 6.95 કરોડ રૂપિયા હતી. ઈન્ડસ્ટ્રીના જાણકારોનો મત છે કે કંપની આ કારમાં કસ્ટમાઈઝ મોડિફિકેશનના ઓપ્શન આપે છે. મુકેશ અંબાણીએ પોતાની કાર માટે કેટલાંક મોડિફિકેશન કરાવ્યા હશે, જેના કારણે તેની કિંમત 13 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે.


માત્ર નંબર પર ખર્ચ કર્યા 12 લાખ રૂપિયા:
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજિસ્ટર કરાવવામાં આવેલ આ કાર Tuscan Sun કલરની છે. તેમાં 12 સિલિન્ડર છે. અને તેનું વજન 2.5 ટનથી વધારે છે. કંપનીએ પોતાના ચેરમેનની નવી કાર માટે વીઆઈપી નંબર માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કંપનીને એવો નંબર જોઈતો હતો જેમાં લાસ્ટમાં 001 હોય. સામાન્ય રીતે વીઆઈપી નંબર માટે 4 લાખ રૂપિયા લાગે છે. પરંતુ હજુ કોઈપણ સિરીઝમાં 001વાળો નંબર ઉપલબ્ધ ન હતો. અંબાણી માટે આરટીઓને નવી સિરીઝ બનાવવી પડી. આ કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 3 ગણા પૈસા ચૂકવવા પડ્યા.

Ind Vs WI: 1000 વન-ડે રમનારો પહેલો દેશ ભારત, જાણો મેચની સદીની સફર, ક્યાં મળી જીત-કોણ રહ્યું કેપ્ટન?


રજિસ્ટ્રેશનમાં લાગ્યા અનેક એસયૂવીના ભાવથી વધારે પૈસા:
આ નવી કારનું રજિસ્ટ્રેશન 30 જાન્યુઆરી 2037 સુધી વેલિડ છે. તેના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 20 લાખ રૂપિયા ટેક્સની ચૂકવણી કરી છે. તે સિવાય રોડ સેફ્ટી ટેક્સ માટે પણ 40,000 રૂપિયા અલગથી જમા કરાવ્યા છે. આ રોલ્સ રોયસની હેચબેક કાર છે. જે ખરાબ રસ્તા પર પણ ઝડપથી દોડી શકે છે. અંબાણીના ગેરેજમાં આ Rolls Royce Cullinan મોડલની ત્રીજી કાર છે.


જિયો ગેરેજમાં પહેલાંથી ઉપલબ્ધ છે આ કાર:
મુકેશ અંબાણી પાસે પહેલાંથી જ અનેક લક્ઝરી કાર ઉપલબ્ધ છે. આ કાર માટે તેમના બહુમાળીય આવાસમાં ખાસ ગેરેજ બનાવવામાં આવ્યું છે. જેને જિયો ગેરેજ નામ આપવામાં આવ્યું છે. આ ગેરેજમાં Land Rover Defender 110, Lexus LX570, Bentley Bentayga W12, Bentley Bentayga V8, Rolls Royce Cullinan, Land Rover Range Rover, Lamborghini Urus, Mercedes-Benz AMG G63, Land Rover Discovery જેવી લક્ઝરી કાર પહેલાંથી જ  છે. તે સિવાય તેમની પાસે ટેસ્લાની 2 કાર પણ છે. મુકેશ અંબાણી તે પસંદગીના ભારતીય લોકોમાં છે, જેમની પાસે ટેસ્લાની કાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube