Ind Vs WI: 1000 વન-ડે રમનારો પહેલો દેશ ભારત, જાણો મેચની સદીની સફર, ક્યાં મળી જીત-કોણ રહ્યું કેપ્ટન?

ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી વન-ડે મેચ રમવાની છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણ હશે. કેમ કે ટીમ ઈન્ડિયા 1000 વન-ડે મેચ રમનારી પહેલી ટીમ બની જશે. ટીમ ઈન્ડિયાની આ સફર કેવી છે.

Ind Vs WI: 1000 વન-ડે રમનારો પહેલો દેશ ભારત, જાણો મેચની સદીની સફર, ક્યાં મળી જીત-કોણ રહ્યું કેપ્ટન?

નવી દિલ્લી: ગુજરાતના અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે 6 ફેબ્રુઆરીએ રમાનારી વન-ડે મેચ ઐતિહાસિક ક્ષણ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની આ 1000મી વન-ડે મેચ હશે. આ ઈતિહાસ રચનારી ભારતીય ટીમ દુનિયાની પહેલી ક્રિકેટ ટીમ બની જશે. વર્ષ 1974થી શરૂ થયેલી આ સફરે અત્યાર સુધી અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ભારતે પોતાની પહેલી વન-ડે મેચ વર્ષ 1974માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. 13 જુલાઈએ લીડ્સમાં રમાયેલી તે મેચમાં ટીમ ઈન્ડિયાની 4 વિકેટથી હાર થઈ હતી. તે મેચમાં ભારતના કેપ્ટન અજિત વાડેકર હતા. પરંતુ તેના પછી ટીમ ઈન્ડિયાએ સ્પીડ પકડી. પહેલી વન-ડેથી લઈને 1000 વન-ડે સુધી ટીમ ઈન્ડિયાની સફર કંઈક આવી રહી છે.

- પહેલી વન-ડે મેચ: ભારત વર્સિસ ઈંગ્લેન્ડ, 13 જુલાઈ 1974, લીડ્સ
ભારતનો 4 વિકેટથી પરાજય, કેપ્ટન: અજિત વાડેકર

- 100મી વન-ડે મેચ: ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા, 9 સપ્ટેમ્બર 1984, શ્રીનગર
ભારતની 3 વિકેટથી હાર, કેપ્ટન: કપિલ દેવ

- 200મી વન-ડે મેચ: ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા, 20 જાન્યુઆરી 1992, સિડની
ભારતનો 6 રનથી પરાજય, કેપ્ટન: મોહમ્મદ અઝહરુદ્દીન

- 300મી વન-ડે મેચ: ભારત વર્સિસ સાઉથ આફ્રિકા, 29 ઓક્ટોબર 1996, રાજકોટ
ભારતની 5 વિકેટથી હાર, કેપ્ટન: સચિન તેંડુલકર

- 400મી વન-ડે મેચ: ભારત વર્સિસ કેન્યા, 23 મે, 1999, બ્રિસ્ટલ
ભારતનો 94 રનથી વિજય, કેપ્ટન: મોહમ્મદ અઝહરુદ્દીન

- 500મી વન-ડે મેચ: ભારત વર્સિસ ઈંગ્લેન્ડ, 4 જુલાઈ 2002, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
મેચનું કોઈ પરિણામ નહીં, કેપ્ટન: સૌરવ ગાંગુલી

- 600મી વન-ડે મેચ: ભારત વર્સિસ શ્રીલંકા, 9 નવેમ્બર 2005, રાજકોટ
ભારતની 7 વિકેટથી જીત, કેપ્ટન: વિરેન્દ્ર સેહવાગ

- 700મી વન-ડે મેચ: ભારત વર્સિસ ઈંગ્લેન્ડ, 23 નવેમ્બર 2008, બેંગલુરુ
ભારતની 19 રનથી જીત, કેપ્ટન: મહેન્દ્ર સિંહ ધોની

- 800મી વન-ડે મેચ, ભારત વર્સિસ  ઓસ્ટ્રેલિયા, 26 ફેબ્રુઆરી 2012, સિડની
ભારતનો 87 રનથી પરાજય, કેપ્ટન: મહેન્દ્ર સિંહ ધોની

- 900મી વન-ડે મેચ, ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ, 16 ઓક્ટોબર 2016, ધર્મશાલા
ભારતનો 6 વિકેટથી વિજય, કેપ્ટન: મહેન્દ્ર સિંહ ધોની

- 999મી મેચ, ભારત વર્સિસ સાઉથ આફ્રિકા, 23 જાન્યુઆરી 2022, કેપટાઉન
ભારતનો 4 રનથી પરાજય, કેપ્ટન: લોકેશ રાહુલ

- 1000મી વન-ડે મેચ, ભારત વર્સિસ વેસ્ટ ઈન્ડિઝ, 6 ફેબ્રુઆરી 2022, અમદાવાદ
કેપ્ટન રોહિત શર્મા

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા સૌથી વધારે વન-ડે મેચ રમનારી ટીમ છે. ભારત પછી ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. જે 958 વન-ડે મેચ રમ્યું છે. ભારતે અત્યાર સુધી 999 વન-ડે મેચ રમી છે. જેમાંથી 518 વન-ડેમાં જીત મેળવી છે. જ્યારે 431 વન-ડેમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

કઈ ટીમે કેટલી વન-ડે મેચ રમી

ટીમનું નામ મેચ જીત
ભારત 999 518
ઓસ્ટ્રેલિયા 958 581
પાકિસ્તાન 936 490
શ્રીલંકા 870 395
વેસ્ટ ઈન્ડિઝ 834 406
ન્યૂઝીલેન્ડ 775 354
ઈંગ્લેન્ડ 761 384
દક્ષિણ આફ્રિકા 638 391
ઝિમ્બાબ્વે 541 140
બાંગ્લાદેશ 388 136

કઈ ટીમ સામે સૌથી વધારે મેચ, શું છે રેકોર્ડ:
ભારતે સૌથી વધારે વન-ડે મેચ શ્રીલંકા સામે રમી છે. બંને ટીમની વચ્ચે કુલ રમાયેલી 162 મેચમાં 93માં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. જ્યારે 57 મેચ ટીમ ઈન્ડિયાને હાર મળી છે. જો ભારતનો પાકિસ્તાન સામે રેકોર્ડ જોઈએ તો તે ઘણો ખરાબ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 132 મેચ રમી છે. જેમાં 55માં જીત મળી છે. જ્યારે 73માં હાર મળી છે.

ભારત માટે વન-ડેમાં મહત્વના રેકોર્ડ:
1. સૌથી વધારે રન- સચિન તેંડુલકર, 18426 રન
2. સૌથી વધારે સદી - સચિન તેંડુલકર, 49 સદી
3. સૌથી વધારે વિકેટ - અનિલ કુંબલે, 334 વિકેટ
4. સૌથી વધારે પ્લેયર ઓફ ધ મેચ, સચિન તેંડુલકર, 62 વખત
5. સૌથી વધારે બેવડી સદી- રોહિત શર્મા, 3 વખત
6. સૌથી સફળ કેપ્ટન - મહેન્દ્ર સિંહ ધોની, 110 જીત
7. સૌથી વધારે ડિસમિલ- મહેન્દ્ર સિંહ ધોની, 438
8. સૌથી શાનદાર બોલિંગ પ્રદર્શન - સ્ટુ્અર્ટ બિન્ની, 4.4 ઓવરમાં 4 રન આપીને 6 વિકેટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news