નવી દિલ્હી : સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં લોકો Google Mapsનો ઉપયોગ કરતા હોય છે. ગૂગલની આ એપ્લિકેશનની મદદથી અજાણી જગ્યાએ રસ્તો ગોતીને મંઝિલ સુધી પહોંચવાનું સરળ છે. વળી, Google Mapsનો ઉપયોગ પણ પ્રમાણમાં સરળ હોવાથી એ તરત આવડી જાય છે. આ સંજોગોમાં યુઝરની સરળતા માટે Google Maps એપમાં નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે Google Maps યૂઝર જે રસ્તા પર જઇ રહ્યો છે ત્યાંનો એલિવેન ચાર્ટ દેખાડશે. આનાંથી એ જાણવું સરળ થઇ જશે કે રસ્તા પર કેટલું ચઢાણ છે અને કેટલો રસ્તો સીધા માર્ગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં આ ફીચર હાલમાં આઇઓએસ ગૂગલ મેપ્સ યૂઝર્સનાં માટે ઉપલબ્ધ છે. એલિવેશન ચાર્ટની મદદથી યૂઝરને એ જાણવામાં સરળતા રહેશે કે તે જે રસ્તા પર જઇ રહ્યાં છે ત્યાં ચાલવાનું અથવા તો સાઇકલિંગ કરવું કેટલું સરળ રહેશે. જે લોકો વધારે કેલરી બર્ન કરવા ઇચ્છે છે તેઓની માટે ઉંચાઇવાળા રસ્તા પર સાઇકલિંગ કરવું ઘણું સારૂ હોય છે એવામાં સાચો રસ્તો પસંદ કરવામાં ગૂગલ મેપ હવે વધારે સરળતાથી તેની મદદ કરી શકશે. એપલ વોચ યૂઝર્સ એપને વોચથી સિંક પણ કરી શકે છે.


ગૂગલનાં નવા અપડેટ સાથે એપમાં ઇવેન્ટ્સ સેક્શન પણ જોડાઇ ગયેલ છે. આનાંથી યૂઝર્સ આસપાસનાં વિસ્તારમાં થઇ રહેલ મૂવી, શો અને કોન્સર્ટ ઇવેન્ટની જાણકારી પણ સરળતાથી મેળવી શકાશે. જો કે આ ફીચર અમુક જ જગ્યાએ એક્ટિવેટ છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...