નવી દિલ્હી : WhatsApp એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. હવે નવા અપડેટ સાથે આવેલા ફીચર દ્વારા યુઝર્સ ગ્રુપ ચેટમાં પ્રાઈવેટ રિપ્લાય કરી શકશે. પ્રાઈવેટ રિપ્લાય ફીચર દ્વારા વ્હોટ્સએપ યુઝર ગ્રુપ ચેટ દરમિયાન જ કોઈ વ્યક્તિને અલગથી મેસેજ, વોઈસ કોલ કે વીડિયો કોલ કરી શકે છે. આ માટે ગ્રુપની બહાર ચેટમાં જવાની જરૂર નથી. આ ફીચર દ્વારા મોકલાયેલા મેસેજને માત્ર સેન્ડર અને રિસવર જ જોઈ શકશે. ગ્રુપના અન્ય લોકોને આ મેસેજ નહીં દેખાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા Whatsapp સ્ટેટ્સમાં ટૂંક સમયમાં જ જોવા મળશે આ ફીચર્સ, જાણો શું છે


પ્રાઈવેટ મેસેજ માટે પહેલા તમારે એ મેસેજ સિલેક્ટ કરવો પડશે જેનો તમે રિપ્લાય પ્રાઈવેટલી આપવા માગો છો. મેસેજ સિલેક્ટ કર્યા બાદ ગ્રુપ ચેટમાં રહેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરો. ટેપ કરતાં જ 4 ઓપ્શન જોવા મળશે- કોપી, મેસેજ, વોઈસ કોલ અને વીડિયો કોલ. આમાંથી તમે જરૂરી વિકલ્પ પસંદ કરી શકો છો. દાખલા તરીકે, તમે મેસેજ સિલેક્ટ કરશો તો ગ્રુપ ચેટમાંથી બહાર નીકળીને ઓટોમેટિકલી તે વ્યક્તિના ચેટ બોક્સમાં પહોંચી જશો જેની સાથે ચેટ કરવા માગો છો.


ઇન્ડિયન માર્કેટમાં ધાંસૂ ફિચર્સની સાથે લોન્ચ થયો OnePlus 6T, આ છે કિંમત


ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (Whatsapp) નવા પ્રયોગ કરી રહ્યું છે. હાલમાં જ ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવે વ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે. હવે તેમને વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે. કંપનીની યોજના તેના દ્વારા પોતાના મંચનું મોનેટાઇઝેશન કરે છે. તેમને જણાવી દઇએ કે દુનિયાભરમાં લગભગ ડોઢ અબજ યૂઝર્સવાળી આ એપ પર હાલમાં કોઇપણ પ્રકારની જાહેરાત જોવા મળતી નથી.


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...