ભારતમાં લોન્ચ થઇ સૌથી વધુ પેટ્રોલ બચાવનાર કાર, શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી
જૂના મોડલના મુકાબલે નવી જનરેશન સેલેરિયોને લગભગ સંપૂર્ણપણે બદલી દીધી છે. તેની રૂપરેખા હવે ઘેરાવદાર થઇ ગઇ છે અને નવા ફીચર્સ પણ કારની સાથે ઉમેરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: નવી જનરેશન મારૂતિ સુઝુકી સેલિરિયો ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે જેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયા છે. ટોપ મોડલ માટે આ કિંમત 6.94 લાખ સુધી જાય છે. જૂના મોડલના મુકાબલે નવી જનરેશન સેલેરિયોને લગભગ સંપૂર્ણપણે બદલી દીધી છે. તેની રૂપરેખા હવે ઘેરાવદાર થઇ ગઇ છે અને નવા ફીચર્સ પણ કારની સાથે ઉમેરવામાં આવ્યા છે. નવી પેઢીની સેલેરિયોને કંપની નેક્સા ડીલરશિપના માધ્યમથી વેચશે અને આ કારને 11,000 રૂપિયાની સાથે આજથી બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે મારૂતિ સુઝુકી ઇન્ડીયા દ્વારા બે વર્ષ બાદ દેશમાં લોન્ચ કરવામાં આવેલી નવી જનરેશન કાર છે.
મારૂતિ સુઝુકી સેલેરિયોઅન વેરિએન્ટ અને તેની કિંમત
સેલેરિયો એલએક્સઆઇ એમટી - રૂ 4,99,000
સેલેરિયો વીએક્સઆઇ એમટી- રૂ 5,63,000
સેલેરિયો વીએક્સઆઇ એમટી - રૂ 6,13,000
સેલેરિયો ઝેડએક્સઆઇ એમટી- રૂ 5,94,000
સેલેરિયો ઝેડએક્સઆઇ એમટી - રૂ 6,44,000
સેલેરિયો ઝેડએક્સઆઇ પ્લસ એમટી - રૂ 6,44,000
સેલેરિયો ઝેડએક્સઆઇ પ્લસ એમટી - રૂ 6,94,000
Petrol-Diesel તેલ બાદ સસ્તી થઇ દાળ, જાણો શું છે એક કિલોની કિંમત
મારૂતિ સુઝુકીની આ પહેલી કાર છે જેની સાથે નવી જનરેશન 1.0 લીટરના સીરીઝ પેટ્રોલ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ એન્જીન ગત મોડલના મુકાબલા 23 ટકા વધુ ઇંધણ બચે છે અને ભારતીય પેસેન્જર કાર માર્કેટની સૌથી વધુ પેટ્રોલ વેચનાર કાર પણ કહેવામાં આવી રહી છે. કંપની સતત પ્રદૂષણ ઓછું કરવા માટે એન્જીનની ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જેમાં પેટ્રોલની બચત પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક લીટર પેટ્રોલમાં આ કારને 26.68 કિમી સુધી ચલાવી શકાય છે એવો મારૂતિ સુઝુકીનો દાવો છે. કારની બૂટ સ્પેસ 313 લીટર છે જે જૂના મોડલના મુકાબલે 40 ટકા વધુ છે. કંપનીએ લોન્ચ દરમિયાન જણાવ્યું કે નવી સેલેરિયોના સીએનજી વેરિએન્ટ પર કામ ચાલુ છે અને ખૂબ જલદી તેને બજારમાં લાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube