નવી દિલ્હી: Hyundai એ ભારતમાં તાજેતરમાં જ પોતાની Hyundai Tucson ને લોન્ચ કરી હતી. હવે કંપની 2021 Tucson નો 14 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ પ્રીમિયર કરવા જઇ રહી છે. Hyundai એ આ SUV નો ફોટો ટીઝર જાહેર કર્યું છે. આ SUV અપડેટેડ ફીચર્સ અને નવી ડિઝાઇન સાથે ઉતરી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારનું વર્લ્ડ પ્રીમિયર 14 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે લોસ એન્જિલસમાં અને 15 સપ્ટેમ્બરના રોજ સોલમાં થશે.  Hyundai એ નવી Tucsonના કેટલાક ફોટા પણ જાહેર કર્યા છે. 

Samsung સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરશે મિડ સેગમેંટ ગેલેક્સી F સીરીઝ સ્માર્ટફોન


નવી 2021 Hyundai Tucson ને નેકસ્ટ લેવલ ડિઝાઇનિંગ ઓફર કરવામાં આવી છે જે બીજી SUVs થી ઘણી સારી લાગી રહી છે. જો કિંમતની વાત કરીએ તો નવી 2021 Tucson ની કિંમત હાલની કિંમત કરતાં વધુ હશે. જોકે તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.  

Samsung એ ફોલ્ડેબલ ફોનની કિંમતનો કર્યો ખુલાસો, આજથી પ્રી બુકિંગ શરૂ


જોવામાં શાનદાર છે નવી 2021 Hyundai Tucson
જો એક્સટીરિયરની વાત કરીએ તો તેને એકદમ જ એગ્રેસિવ ડિઝાઇન આપવામાં આવી છે. Hyundai Tucson ની DRLs સીધા ગ્રિલના ટ્રેપજોઇડલ એલિમેંટ્સ સાથે ઇંટીગ્રેટેડ છે. કારના ટેલ લેપ્સની ડિઝાઇન નવી છે અને આ ટોપ હોરિઝેન્ટલ LED લાઇટ બાર દ્વારા કનેક્ટેડ છે. નવી Tucson ના ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવવાની આશા છે. તેમાં 19 ઇંચ એલોય વ્હીલ્સ આપવામાં આવી શકે છે. 

હવે TV પરથી કરી શકશો વીડિયો કોલિંગ, Google એ એંડ્રોઇડ ટીવી પર લોન્ચ કર્યું Duo


ઇંટીરિયર પણ કમાલનું
જો હવે ઇંટીરિયરની વાત કરીએ તો નવી Tucson ના કેબિનમાં 10.25 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એક વાઇડ ફૂલી ડિજિટલ ઇંસ્ટ્રૂમેન્ટ કલસ્ટર મળશે. 2021 ટક્સન પોતાના હાલના મોડલથી આકારમાં ખૂબ મોટી હશે. કંપની આ કારમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એર પ્યૂરીફાયર, ફ્રન્ટ વેન્ટીલેટેડ સીટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સથી સજ્જ કરી શકે છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube