નવી દિલ્હી : આ વર્ષે Appleની સૌથી મોટી ઇવેન્ટની તારીખ જાહેર થઈ ગઈ છે. દિગ્ગજ ટેક કંપની આ વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો લેટેસ્ટ iPhone લોન્ચ કરી શકે છે. આ ઇવેન્ટ એપલ પાર્કમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં થશે. આશા છે કે કંપનીના સીઇઓ ટીમ કુક 2018ના આઇફોન મોડેલને લોન્ચ કરી શકે છે. કંપની આ ઇવેન્ટમાં એપલના નવા ગેજેટ્સ પણ લોન્ચ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે તમામ ફોન નોચ ડિસ્પ્લે સાથે આવશે. કંપની આ વર્ષે આઇફોન એક્સ જેવા ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની 6.5 ઇંચ ઓએલઇડી ડિસ્પ્લે, 5.8 ઇંચ ઓએલઇડી અને 6.1 ઇંચ ટીએફટી ડિસ્પ્લેવાળા ત્રણ ફોન લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે એપલના 6.5 ઇંચની સ્ક્રીન સાઇઝવાળા સ્માર્ટફોનની કિંમત 1000 ડોલર હશે. ભારતમાં આ ફોનની કિંમત લગભગ 90 હજાર રૂ. હોઈ શકે છે.આ સિવાય 5.8 ઇંચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનની કિંમત ભારતમાં લગભગ 70 હજાર રૂ. હોઈ શકે છે. 6.1 ઇંચની સ્ક્રીન સાઇઝની સ્માર્ટફોનની કિંમત સૌથી ઓછી હશે. 


આ તમામ આઇફોનમાં ગ્લાસ બેક આપવામાં આવે છે. આ સાથે જ કંપની વાયરલેસ ચાર્જિગ સપોર્ટ પણ આપી શકે છે. નવો સ્માર્ટફોન એ12 ચિપથી સજ્જ હશે. ફોનમાં વધારે રેમ તેમજ મોટી બેટરી આપવામાં આવશે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...