મારૂતી એ Swiftનું લિમિટેડ એડિશન કર્યું લોન્ચ, જાણો શું છે ફિચર્સ
લિમિટેડ એડિશનને તે જ કિંમતમાં ઘણી હાઇટેક સુવિધાઓ આપવામાં આવી
નવી દિલ્હી : મારૂતિ સુઝુકીની સ્વીફ્ટ સૌથી વધારે પોપ્યુલર મોડેલ કારમાંથી એક છે. હવે મારૂતિએ પોતાની આ કારનું લિમિટેડ એડિશન પણ રજુ કરી દીધું છે. મારૂતિ સુઝુકી સ્વિફટનાં લિમિટેડ એડિશનની કિંમતમાં કોઇ ખાસ ફેરફાર કરવામાં નથી આવ્યો. જો કે ફીચર્સનાં મુદ્દે અપગ્રેડ કરવામાં આવ્યું છે. સ્વીફ્ટનું નેક્સ્ટ નરેશન મોડલથી આગામી વર્ષે 2018માં ઓટો એક્સપોમાં રજુ કરવામાં આવનાર છે. જો કે તે પહેલા મારૂતિએ પોતાનું આ મોડેલ રજુ કરીને ઉત્સુકતા વધારી દીધી છે. જો કે કંપની દ્વારા મોડેલનો વેઇટિંગ પીરિયડ 4થી 6 અઠવાડીયા રાખવામાં આવ્યો છે.
શું છે કિંમત
મારૂતિ સુઝુકી સ્વીફ્ટનનાં લિમિટેડ એડિશનની કિંમત 5.45 લાખથી 6.34 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખવમાં આવી છે. લિમિટેડ એડિશનમાં કંપનીએ ઘણા પરિવર્તન કર્યા છે. સાથે જ ફિચરને પણ અપગ્રેડ કર્યા છે. સ્વીફ્ટનાં બોનેટ, ડોર અને રૂફને અલગ લુક અપાયો છે. જ્યારે કેબિનમાં મેચિંગ સીટ અપહોલ્સ્ટ્રી અને સ્ટીયરિંગ વ્હીલ આપ્યા છે.
શું છે અપગ્રેડેડ ફિચર્સ
મારૂતિએ સ્વીફ્ટ લિમિટેડ એડિશનમાં બલેનો, ઇગ્નિસ અને એસ-ક્રોસમાં લાગેલ ટચ સ્ક્રીન ઇન્ફોસિસ્ટમનો સમાવેશ કર્યો છે. એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે બ્લૂતુથ કનેક્ટિવિટીનું ફિચર પણ આપ્યું છે. કંપનીએ લિમિટેડ એડિશનનાં કુલ ચાર વેરિયન્ટ રજુ કર્યા છે. બેઝ મોડેલ Lxi ઉપરાંત LDi અને મિડ લેવલ પર VXi અને VDi વેરિયન્ટ આપ્યા છે. કંપની દ્વારા અપાયેલ જાહેરાતમાં એક્સ્ટ્રા બેઝની સાથે સ્પિકર અને કારપેટમાં મેટ્સ સહિતનાં ફિચર્સ આપ્યા છે.
કેવું છે એન્જીન
સ્વીફ્ટનાં એન્જીનમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. પહેલી સ્વીફ્ટ જેમ જ તેમાં 1.2 લીટર પેટ્રોલ અને ડિઝલ 1.3 લીટર એન્જિન રહેશે. પેટ્રોલ એન્જીન 83 BHP પાવર અને 115 NM tark જનરે કરશે જ્યારે ડિઝલ એન્જીન 74 BHP પાવર અને 190 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સ્વિફ્ટ 5 સ્પીડ મેન્યુઅલ ગિયર સાથે બજારમાં ઉપલબ્ધ હશે.