નવી દિલ્હી: હ્યુન્ડાઈ (Hyundai)એ પોતાની બજેટ હેચબેક કાર Grand i10 Niosનું નવુ ફેસલિફ્ટ મોડેલ લૉન્ચ કર્યું છે. નવા ફીચર્સ સાથેના આ વર્ઝનની કિંમત 5.68 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Grand i10 Niosના નવા અવતારને કંપનીએ સ્પોર્ટી લૂક આપવાનો પ્રયત્ન કર્યો છે. કારનાં આગળના બમ્પરમાં બ્લેક ગ્રિલ અને એરો શેપની LED લાઈટ્સ અપાઈ છે. કારની પાછળની બાજુએ પણ સ્પોર્ટી લૂક સાથેની ટેઈલ લાઈટ્સ છે. આ ઉપરાંત તેમાં નવી ડિઝાઈન સાથેનાં 15 ઈંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.    


થાઇ બાદ હવે તાઇ જામફળ, કચ્છીમાંડુઓએ કમાલ કરી, સૂકા રણમાં કરી સોનેરી ખેતી


નવા રંગ
Grand i10 Niosનું ફેસલિફ્ટ વર્ઝન બ્લેક રૂફ સાથે સ્પાર્ક ગ્રીન અને બ્લેક રૂફ સાથે પોલર વ્હાઈટ જેવા રંગમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત પોલર વ્હાઈટ, ટાઈટન ગ્રે, ટાઈફૂન સિલ્વર, ટીલ બ્લૂ અને ફેયરી રેડ જેવા અગાઉના રંગ તો ઉપલબ્ધ છે જ. કારનું કેબિન મોટાભાગે પહેલા જેવું જ છે, પણ તેમાં ગ્રે રંગની નવી સીટો અને ફૂટવેલ લાઈટિંગનો ઉમેરો કરાયો છે.


Grand i10 Niosના નવા વર્ઝનનું એન્જિન અગાઉ જેવું છે. તેમાં 1.2 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન છે. આ કાર કંપની ફિટેડ CNG કિટ સાથે પણ ઉપલબ્ધ છે. 


30 કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયું: ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે


સેફ્ટી ફીચર્સ
એરા, મેગ્ના, સ્પોર્ટસ અને એસ્ટા જેવા ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ Grand i10 Niosમાં ઈલેક્ટ્રોનિક  બ્રેફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD)ની સાથે એન્ટી લોક બ્રકિંગ સિસ્ટમ સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે અપાયા છે, જ્યારે ટોપ મોડેલમાં 6 એરબેગ, ISOFIX ચાઈલ્ડ એન્કર્સ, હિલ હોલ્ડ અસિસ્ટ, ઓટોમેટિક હેડલેમ્પ અને ESC જેવા ફીચર્સ અપાય છે.


અન્ય ફીચર્સ પર નજર કરીએ તો-


  • 4 એરબેગ્સ

  • એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 8 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે ઓડિયો

  • ક્રૂઝ કન્ટ્રોલ

  • ફાસ્ટ યુએસબી ચાર્જર

  • વાયરલેસ ફોન ચાર્જર

  • સ્ટાર્ટ/સ્ટોપ પુશ બટન સાથે સ્માર્ટ કી

  • ઓટોમેટિક ટેમ્પ્રેચર કન્ટ્રોલ

  • વોઈસ રેકગ્નાઈઝેશન

  • પાછળની સીટ પર AC વેન્ટ


આ તો કંઈ નથી! ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાનની ભયંકર આગાહી


માઈલેજ
હ્યુન્ડાઈનો દાવો છે કે નવી Grand i10 Niosનું પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશન વર્ઝન 20.7 કિલોમીટર પ્રતિ લીટર, ઓટોમેટિક વર્ઝન 20.1 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજી વેરિઅન્ટ 27.2 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની એવરેજ આપે છે. આ કારને 11 હજાર રૂપિયાની ટોકન કિંમતે બુક કરાવી શકાય છે.