નવી દિલ્હી : Realmeએ ગયા મહિને પોતાના બે સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા જેમાં Realme 2 Pro અને Realme C1 શામેલ છે. આ બંને સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર એક્સક્લુઝિવ છે અને બંને સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ફ્લેશ સેલ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમાંથી Realme 2 Pro આજે રાત્રે 12 વાગ્યે સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે લોન્ચ થઇ કરોડોના દિલોની ધડકન નવી સેન્ટ્રો, જાણો કેટલી છે કિંમત


Realme 2 Proના 4જીબી રેમ/64જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,990 રૂ., 6જીબી રેમ/64જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,990 રૂ. અને 8જીબી રેમ/128જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 17,990 રૂ. છે. સેલ દરમિયાન ગ્રાહક કોઈ પણ માસ્ટરકાર્ડથી ટ્રાન્ઝેક્શન કરશે તો વધારાનું 10% ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય તમે બજાજ ફિનસર્વ EMI કાર્ડ દ્વારા નો કોસ્ટ EMI પણ કરાવી શકો છો. રિલાયન્સ જિયો પણ આ ખરીદવા માટે 4,450 રૂ.ના બેનિફિટ્સ તેમજ 1.1 જીબી ડેટા આપી રહ્યું છે. 


BSNL દ્વારા અનલિમિટેડ કોલિંગ અને 25GB ડેટા સાથે એન્યુઅલ પ્લાન લોન્ચ


Realme 2 Proમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 SoC અને 8જીબી રેમ તેમજ 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સાથે જ ડિવાઇસ એન્ડ્રોઇડ 8.1 Oreo સાથે Oppo ColorOS પર કાર્ય કરે છે. આ સાથે એમાં 3,500mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ ખાસ ફોનમાં 6.3-ઇંચ HD+ IPS LCD સ્ક્રીન સાથે 19:9 એસ્પેક્ટ રેશિયો અને વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ છે. આ સાથે એમાં બે સીમ કાર્ડ અને એક માઇક્રો એસડી કાર્ડ માટે અલગથી સ્લોટ આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે Realme 2 Proમાં 16 મેગાપિક્સેલ + 2 મેગાપિક્સેલ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનમાં રિયરના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફિચર પણ છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...