નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ટેલિકોમ કંપની જિયો પોતાની બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત દર મહિને 1000 રૂ.ના દરથી ઇન્ટરનેટ સર્વિસ તેમજ વીડિયો અને વોઇસ કોલની ઓફર આપી શકે છે. આ સર્વિસને વર્ષના અંત સુધી લોન્ચ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિન્ટના સમાચાર પ્રમાણે જિયો ફરી પોતાની ધમાકેદાર હાજરીનો પુરાવો આપવા માટે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ફાઇબર-ટૂ-હોમ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને સુત્રોની માહિતી પ્રમાણે જિયો આ વર્ષના અંત સુધી વાયર્ડ ઇન્ટરનેટ સેગમેન્ટમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે કંપની ફાઇબર ટૂ ધ હોમ (સર્વિસ) તેમજ VoIP (વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ) ફોન મારફતે અનલિમિટેડ કોલિંગ અને JioTV સાથે આવશે. આ સુવિધાની કિંમત વિશે પણ ચર્ચા ચાલી રહી છે પણ એક ધારણા પ્રમાણે એનો ચાર્જ એક મહિનાનો 1000 રૂ. જેટલો હોઈ શકે છે.


આજે ફરી ઓછી થઈ પેટ્રોલ અને ડીઝલની કિંમત !


રિપોર્ટ પ્રમાણે કંપની ટ્રાયલ તરીકે 100Mbpsની સ્પિડ પર અનલિમિટેડ ઇ્ન્ટરનેટ સાથે ફ્રી બ્રોડબેન્ડની ઓફર પણ આપી રહ્યું છે. કંપનીએ આ માટે સિક્યુરિટી ડિપોઝીટ 4,500 રૂ. નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 1 મેથી સરકારે ઇન્ટરનેટ ટેલિફોનિક પ્રપોઝલને મંજૂરી પણ આપી દીધી છે. VoIP ટેકનોલોજી મારફતે યુઝર્સ પરંપરાગત ટેલિફોન નેટવર્કની જગ્યાએ બ્રોડબેન્ડ ઇ્ન્ટરનેટ કનેક્શનથી વોઇસ કોલ કરી શકશે. હાલમાં જિયોના કટ્ટર સપર્ધક એરટેલ પાસે 1,099  રૂ., 1,299 રૂ. અને 2,199 રૂ.ના ત્રણ બ્રોડબેન્ડ પ્લાન છે. 


ટેકનોલોજીના અન્ય સમાચાર જાણવા કરો ક્લિક...