નવી દિલ્હી : સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલ (BSNL)એ દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફોન સેવા શરૂ કરી છે. આ સર્વિસ શરૂ થયા પછી  બીએલએનએલ યુઝર કંપનીની વિંગ્સ (Wings) મોબાઇલ એપથી દેશમાં કોઈપણ નંબર પર કોલ કરી શકશે.  આ પહેલાં મોબાઇલ એપથી બીજી એપ પર કોલ કરી શકાતો હતો. જોકે હવે એપથી કોઈપણ ટેલિફોન નંબર પર કોલ કરી શકાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસએનએલ માને છે કે, દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મોબાઇલ નેટવર્ક ખરાબ હોય છે, જેના કારણે સ્પીચ ક્વોલિટી ખરાબ થઇ જાય છે, પરંતુ ત્યાં વાઇફાઇની મદદથી ઇન્ટરનેટ ઉપલબ્ધ થાય છે, આ સ્થિતિમાં વિંગ સર્વિસ કોઇપણ કંપનીના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કામ કરશે અને તેને એક્ટિવેટ કરી શકાય છે.


BSNLએ એક સ્ટેટ્મેન્ટ દ્વારા જણાવ્યું હતું કે, આ સર્વિસને યુઝ કરવા માટે કસ્ટમ્બરે પોતાના સ્માર્ટ ડિવાઇસમાં એક એપ ઇન્ટોલ કરવી પડશે. તેને સ્માર્ટફોન, ટેબલેટ અથવા લેપટોપમાં પણ યુઝ કરી શકાય છે. દેશના કોઇપણ ક્ષેત્રમાં કોલ કરવા અને રિસીવ કરવા માટે આ એપની જરૂર પડે છે. આ માટે રજિસ્ટ્રેશન આ અઠવાડિયાથી શરૂ થઈ જશે અને સર્વિસ 25 જુલાઈથી એક્ટિવેટ થઈ જશે. આ VoIP સર્વિસ માટે કસ્ટમ્બર્સે ફસ્ટ ટાઇમા એક્ટિવેશન માટે 1,099 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. બીએસએનએલ આ સર્વિસ દ્વારા યૂઝર્સને એકવર્ષ સુધી ફ્રી ઓડિયો અને વીડિયો કોલિંનની સુવિધા આપશે.


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે ક્લિક કરો...