New SUV Launching Before Diwali: ભારતીય કાર માર્કેટ હવે પાછું પાટા પર આવી ગયું છે. વેચાણ સારી રીતે ચાલી રહ્યું છે અને ઘણા નવા મોડલ બજારમાં પહોંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી નવી કાર્સ લોન્ચ કરવામાં આવી છે અને ઘણી વધુ લોન્ચ થવાની બાકી છે. ચાલો તમને જણાવીએ કે દિવાળી પહેલા લોન્ચ થનારી 8 SUV વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. Maruti Suzuki Jimny
મારુતિ સુઝુકી 7 જૂને ભારતમાં પાંચ દરવાજાવાળી જિમ્ની લૉન્ચ કરશે. તે Zeta અને Alpha trimsમાં વેચવામાં આવશે. તે 1.5L K15B પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે.


2.Hyundai Exter
Hyundai Xter જુલાઈમાં લોન્ચ થશે. માઇક્રો એસયુવીTata Punch અને Citroen C3ને ટક્કર આપશે. તે 1.2L NA પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે, જે 5-સ્પીડ MT અને AMT સાથે જોડાયેલું હશે. તેમાં CNG ઓપ્શન પણ મળશે. 


આ પણ વાંચો:
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી Malaika Arora, જુઓ સિઝલિંગ વીડિયો 
most expensive rice: આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!


3. Honda Elevate
હોન્ડાની આગામી એલિવેટ મિડસાઇઝ એસયુવી થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે .તેમાં 1.5L પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ મળવાની પણ શક્યતા છે. માર્કેટમાં તેની સ્પર્ધા Creta અને Grand Vitara જેવી SUV સાથે થશે.


4. Tata Nexon Facelift
ટાટા તેના નવા નેક્સોન ફેસલિફ્ટ પર કામ કરી રહ્યું છે, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેને ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં નવું 1.2L DI ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે વર્તમાન રેવોટ્રોન યુનિટ કરતાં વધુ શક્તિશાળી અને ટોર્કી હશે.


5. Kia Seltos Facelift
ફેસલિફ્ટેડ કિયા સેલ્ટોસને જુલાઈમાં આવી શકે છે, જે ADAS, રોટરી ડાયલ, નવા એસી વેન્ટ્સ અને પેનોરેમિક સનરૂફ જેવી નવી સુવિધાઓ મળશે. 1.5-લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઉપરાંત, નવું 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ હોઈ શકે છે.


6. Toyota SUV Coupe
Toyota SUV Coupe આવનારા થોડા મહિનામાં લોન્ચ થવાની ધારણા છે. તે Maruti Suzuki Franks પર આધારિત છે. તે 1.2L NA પેટ્રોલ અને 1.0L 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે પાંચ-સ્પીડ MT અને છ-સ્પીડ AT વિકલ્પો સાથે આવશે.


7/8. ટાટા હેરિયર/સફારી ફેસલિફ્ટ
અપડેટેડ ટાટા હેરિયર અને સફારી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસપાસ લોન્ચ થવાની ધારણા છે. તે નવા 1.5L DI ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે. 


આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube