TASTE YOUR TV: તમારી મનપસંદ વાનગી જોતાં જોતાં ટીવીને ચાટશો તો ચાખવા મળશે ટેસ્ટ
જો તમે ખાવાપીવાના શોખીન છો અને ટીવી પર કુકીંગ શો જોવા પર તમારા મોંમાં પાણી આવી જાય છે. તો તમારા માટે ખુશ ખબરી છે. હવે તમે તે વાનગીનો સ્વાદ ચાખી શકશો આ ટીવીના માધ્યમથી. કેવી રીતે આવો જોઇએ..
પહેલા ટેલિવિઝન એટલે કે ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ હતા.. બાદમાં તે રંગીન થયા.. પછી નવી નવી ટેકનોલોજી આવતી ગઇ ડબ્બા ટીવી માથી થ્રીડી ટીવી, એલસીડી પ્લાસ્મા, એલઇડી ટીવીની બોલબાલા વધી. જોકે, હવે એક સ્ટેપ આગળ હવે નવા પ્રકારના ટીવી લોન્ચના સમાચાર આવે તો નવાઇ નહી. જે માત્ર જોઇ નહી પણ લિક પણ કરી શકાય એટલે કે ચાટી શકાય છે.
હવે તમે ટીવી પર વાનગીનો સ્વાદ પણ ચાખી શકશો
માત્ર જોઇ નહી પણ લીક પણ કરી શકાય તેવા ટીવી
ખાસ ડિવાઇસનું નામ "TASTE YOUR TV" એટલે કે TTTV
હાઇજેનીક ટીવી સ્ક્રીન પર જુદા જુદા ફ્લેવર્સને ટ્રાઇ કરી શકાય
ટીવીમાં અલગ અલગ 10 સ્વાદના કેનનો ઉપયોગ
બધા સ્વાદના મિશ્રણથી વિશેષ ભોજનનો સ્વાદ બનાવાય
આ સ્માર્ટ લિકેબલ ટીવીની કિંમત 875 ડોલર (રૂ.70 હજાર)
જી હા.. જાપાનને ટેકનોલોજીના મામલામાં સૌથી અદભૂત મનાય છે. રોજ કોઇને કોઇ હેરાન કરનારી ખોજ જાપાનમાંથી સામે આવે છે. હવે જાપાને એક એવી ટીવી સ્ક્રિન બનાવી છે જેને લીક કરી શકાય. આ ખાસ ડિવાઇસને ટેસ્ટ દ ટીવી એટલે કે ટીટીટીવી નામ અપાયું છે. દાવો કરાયો છે કે આ ટીવી એક સ્ક્રીન સાથે આવે છે જે હાઇજેનીક છે અને તેને ટીવી સ્ક્રીન પર રખાયું છે જેથી યુઝર્સ અલગ અલગ ફ્લેવર્સને ટ્રાઇ કરી શકે.
આ પણ વાંચો:
ચીને કાઢી ભડાસ, ટિકટોકે પોતાની આખી ભારતીય ટીમને રાજીનામુ પકડાવ્યું
ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો, દુનિયાની આંખો થઈ પહોળી
લિકેબલ ટીવીને જાપાનની મીજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતાએ તૈયાર ક્યું છે. કહેવાય છે કે આ ટીવી દુનિયાભરના લોકોને પોતાના ઘરે બેઠા બેઠા આરામથી કોઇ પણ રેસીપીના સ્વાદનો અનુભવ કરવામાં મદદરૂપ થશે. હવે તમને ઉત્સુકતા એ વાતની હશે કે આ ટીવી કામ કેવી રીતે કરે છે. જાણકારી અનુસાર આ ટીવીમાં અલગ અળગ 10 સ્વાદના કેનનો ઉપયોગ થયો છે. જે એક વિશેષ ભોજનનો સ્વાદ બનાવવા માટે મિક્ષણ કરે છે. જે બાદ એ ટેસ્ટને ફ્લેટ ટીવી સ્ક્રીન પર રોલ કરાય છે. દાખલા તરીકે જો તમે ટીવીને સ્વીટ ચોકલેટ કહો છો તો ટીવી તમને તેનો જ સ્વાદ આપશે.
જો તમને આ ટીવી પસંદ આવ્યુ હોય અને ખરીદવુ હોય તો તમારે 875 ડોલર એટલે કે લગભગ 70 હજાર રૂપિયા ખર્ચવા પડશે. જો કે હજુ આ માત્ર એક પ્રોટોટાઇપ છે. કર્મશીયલ રીતે તેને લોન્ચ નથી કરાયું. આ શોધ પાછળની કહાની પણ જોરદાર છે. આ ખોજ કરનારા પ્રોફેસરે કહ્યું કે આ ટીવી એ લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે જે લોકો ઘરે બેઠા રેસ્ટોરાંમાં પરોસાતા ભોજનનો સ્વાદ લેવા માગતા હોય.. કેમ કે કોરોનાના કારણે લોકો ઘરમાં કેદ હતા. તેમણે તો એમ પણ કહ્યું કે હજુ તેઓ એવા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે જે અલગ અલગ ફ્લેવર્સને ડાઉનલોડ પણ કરી શકે. એટલે કે ભવિષ્યમાં સોન્ગની જેમ સ્વાદ પણ ડાઉનલોડ થાય તો નવાઇ નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube