નવી દિલ્હી : ચાઈનીઝ હેન્ડસેટ નિર્માતા vivo ઓક્ટોબરમાં V9 Pro સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ ફોનમાં 6GB રેમ અને એફએચડી પ્લસ ડિસ્પ્લે હશે. મળતી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોનની કિંમત 20,000 રૂ.થી ઓછી હશે અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 એઆઇઆઇ પ્રોસેસર સાથે 6GB રેમ હશે. આ ડિવાઇસમાં 6.3 ઇંચનો ડિસ્પ્લે હશે અને એનો સ્ક્રીન ટૂ બોડી રેશિયો લગભગ 90 ટકા હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ આ મહિનાની શરૂઆતમાં ભારતીય માર્કેટમાં V11 Pro લોન્ચ કર્યો છે જેની કિંમત 25,990 રૂપિયા છે. V11 Proમાં 6.4 ઇંચનો સુપર એમોલેડ હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે છે અને એમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 એઆઇઆઇ પ્રોસેસર છે. V11 Proમાં વીવોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અસિસ્ટન્ટ જોવી, ગૂગલ લેંસ અને ગૂગલ અસિસ્ટન્ટ છે જે યુઝરને મેપ નેવિગેશન, ઓનલાઇન શોપિંગ, ટ્રાવલ અરેન્જમેન્ટ, મ્યુઝિક, વીડિયો અને સોશિયલ મીડિયામાં મદદ કરે છે. 


વીવોએ પોતાના સ્માર્ટફોન X21, Y83 અને V9ની કિંમતમાં હાલમાં ઘટાડો કર્યો છે. Vivo V9ની નવી માર્કેટ ઓપરેટિંગ પ્રાઇસ હવે 18,990 રૂ. છે જે લોન્ચિંગ વખતે 22900 રૂ. હતી. વીવો Y83ની કિંમત 13,990 રૂ. અને પ્રીમિયમ Vivo X21ની કિંમત 31,990 રૂ. થઈ ગઈ છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...