નવી દિલ્હી: દેશ-દુનિયામાં આજે કરોડો લોકો સોશિયલ મીડિયા એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપને સૌથી વધુ યૂઝર્સ પ્રાઈમરી ચેટિંગ એપ તરીકે ઉપયોગ કરે છે. તેના પર આપણે જરૂરી અને પર્સનલ વાતો પણ કરીએ છીએ. આપણે બધા એવી સ્થિતિમાંથી જરૂરથી ગુજરીએ છીએ કે જ્યારે આપણે પબ્લિસ પ્લેસમાં ચેટ કરી રહ્યા હોઈએ છીએ અને બાજુમાં બેઠેલા વ્યક્તિ તમારા ફોનની સ્ક્રીનને જોઈ રહ્યા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવામાં બાજુમાં બેઠેલા વ્યક્તિઓ તમારી જરૂરી ચેટ્સ પણ વાંચી લેતા હોય છે. પરંતુ, શું તમને ખબર છે કે તમે પણ તમારી ચેટ્સને સુરક્ષિત રાખી શકો છો. તમે ચેટ કરતા રહો અને બાજુમાં બેઠેલો શખ્સ ઈચ્છશે તો પણ તમારી ચેટ્સ વાંચી શકશે નહીં. તેના માટે તમારે એક થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તેના માટ એન્ડ્રોઈંડ યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી MaskChat-Hides Chat એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ તમે તેનો ઉપયોગ તમારી ચેટ્સ છૂપાવવા માટે કરી શકો છો.


ઘરની સાફ-સફાઈ કરવામાં કામવાળી નખરાં કરે છે? કાઢી મૂકો: ટેસલાનો આ નવો આવિષ્કાર જિંદગી બદલી નાંખશે!


નામ અનુસાર જ આ એપ કામ પણ કરે છે. જોકે, ફ્રી વર્ઝન હોવાના કારણે આ એપની સાથે તમને એડ્સમાં પણ જોવા મળશે. હવે વાત કરી લઈએ આ એપની... MaskChat-Hides Chat એપ તમાર ફોનની સ્ક્રીન પર એક ડિજિટલ પડદો નાંખી દે છે.


જેનાથી તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને તમારા ફોનની સ્ક્રીન દેખાશે નહીં. આ કારણોસર તમે કોઈ ચિંતા કર્યા વગર સરળતાથી ચેટ કરી શકો છો. આ એપ વોટ્સએપ સિવાય બીજી એપ જેવી કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પણ કામ કરે છે.


WhatsApp, Instagram, Facebook નો ઉપયોગ કરનાર ફટાફટ થઈ જાવ એલર્ટ, તાત્કાલિક ચેક કરી લો તમારું બેંક એકાઉન્ટ્સ


આવી રીતે કરે છે એપ કામ 
આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઈન્સ્ટ્રોલ કરી લો. ઈન્સ્ટ્રોલ થયા બાદ તમે આ એપને ઓપન કરો. એપ ઓપન થતાં જ તમારી સ્ક્રીન પર ફ્લોટિંગ માસ્ક આઈકન જોવા મળશે. જ્યારે તમે સ્ક્રીનને બીજા માણસોથી છૂપાવવા માંગો છો તો આ ફ્લોટિંગ આઈકન પર ક્લિક કરીને તેણે ઓન કરી લો.


ત્યારબાદ તમારા ફોન પર એક વોલપેપર આવી જશે. તેની સાઈઝને તમે તમારા હિસાબથી એડજસ્ટ કરી શકો છો. આ વોલપેપરને તમે બદલી પણ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube