WhatsApp, Instagram, Facebook નો ઉપયોગ કરનાર ફટાફટ થઈ જાવ એલર્ટ, તાત્કાલિક ચેક કરી લો તમારું બેંક એકાઉન્ટ્સ
WhatsApp Scam: અમેરિકી એફટીસી અધિકારીઓએ લોકોને આ ક્રિપ્ટો સ્કેમમાં નહીં પડવાની સલાહ આપી છે અને જણાવ્યું છે કે તમારે કોઈના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં, જે દાવો કરી રહ્યા છે કે ક્રિપ્ટો કરન્સી માધ્યમથી મોટા પૈસા કમાઈ શકે છે તે બધુ બોગસ છે.
Trending Photos
WhatsApp, Instagram, Facebook Scam: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકોને એક ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. એક નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ક્રિપ્ટોકરન્સી કૌભાંડોએ 2021ની શરૂઆત બાદ કુલ 800 મિલિયન (67 અરબ રૂપિયા)ના કૌભાંડો થયા છે. Express.co.uk મુજબ, સૌથી સામાન્ય પ્રકારનું કૌભાંડ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ છે, જ્યાં સાયબર ગુનેગારોએ ભ્રામક ક્રિપ્ટો રોકાણ યોજનાઓ વડે યૂઝર્સને છેતરે છે. યુએસ ફેડરલ ટ્રેડ કમિશન અનુસાર, ફેસબુક અને વોટ્સએપ પછી ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ ટાર્ગેટેડ એપ છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે 2021 અને 2022ની વચ્ચે 46,00થી વધારે લોકો ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો શિકાર બની ચૂક્યા છે. યૂએસ એફટીસીના મતે, ઈનવેસ્ટમેન્ટ સ્કેમર્સનો દાવો છે કે તેઓ ઈનવેસ્ટ માટે જલ્દી અને સરળતાથી રિટર્ન પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આ ક્રિપ્ટો ઈનવેસ્ટમેન્ટ સીધું સ્કેમર્સના વોલેટમાં જાય છે. લોકો રિપોર્ટ કરે છે કે રોકાણ વેબસાઈટ અને એપ તેમને પોતાના ક્રિપ્ટોના ડેવલોપમેન્ટને ટ્રેક કરવા દે છે, પરંતુ આ બધું બોગસ છે.
અમેરિકી એફટીસી અધિકારીઓએ લોકોને આ ક્રિપ્ટો સ્કેમમાં નહીં પડવાની સલાહ આપી છે અને જણાવ્યું છે કે તમારે કોઈના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં, જે દાવો કરી રહ્યા છે કે ક્રિપ્ટો કરન્સી માધ્યમથી મોટા પૈસા કમાઈ શકે છે તે બધુ બોગસ છે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા રૂપિયાની રક્ષા કરો અને સ્કેચ ઈનવેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ ના કરો.
નોંધનીય છે કે, હાલમાં મુંબઈના એક વ્યક્તિએ 1.57 કરોડ રૂપિયા આવા જ એક કૌભાંડમાં ગુમાવ્યા હતા. આ વ્યક્તિએ એક વેબસાઈટ પર ક્રિપ્ટો કરન્સી માઈનિંગ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને ફસાવવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્રના પુણેની પોલીસે એક રિટાયર આઈપીએસ અધિકારી અને એર સાઈબર એક્સપર્ટ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
આ કેસમાં માર્ચમાં પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારી અને એક સાઈબર એક્સપર્ટની ધરપકડ કરી હતી. પોલીસના મતે આ બન્ને જણાંએ ડિજિટલ વોલેટ્સના માધ્યમથી ખોટી રીતે કરોડો રૂપિયા પોતાના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી પોલીસ સાથે છેતરપીંડી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે