Nokiaનો નવો અનબ્રેકેબલ Phone! 22 દિવસ સુધી ચાલશે આ ફોનની બેટરી
Nokia 106 માં મ્યુઝિક પ્લેયર અને સ્નેક ગેમ છે જે 105 4G (2023)માં નથી. આ સિવાય ફોન ફુલ ચાર્જમાં 22 દિવસ સુધી ચાલી શકે છે. ચાલો જાણીએ Nokia 106 (2023) ના ફીચર્સ...
Nokia એ તેનો દમદાર ફીચર્સ સાથેનો રગ્ડ ફોન રજૂ કર્યો છે, જેનું નામ Nokia 106 (2023) છે. આ એક ખૂબ જ પાવરફુલ ફોન છે જે તગડી બેટરી લાઈફ સાથે આવે છે. નોકિયા 106 માં નવા Nokia 105 4G (2023) જેવી જ ક્ષમતાઓ છે, જેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. પરંતુ ફીચર્સની બાબતમાં તે આગળ છે. Nokia 106 પાસે મ્યુઝિક પ્લેયર અને સ્નેક ગેમ છે જે 105 4G (2023)માં નથી. આ સિવાય ફોન ફુલ ચાર્જમાં 22 દિવસ સુધી ચાલી શકે છે. ચાલો જાણીએ Nokia 106 (2023) ના ફીચર્સ...
આ પણ વાંચો:
King Charles Coronation Concertમા સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ
આ દિવસે થશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, જાણો ક્યા જોવા મળશે અને શું થશે અસર
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
તમને જણાવી દઈએ કે, એક સમય હતો જ્યારે નોકિયા માર્કેટ પર રાજ કરતી હતી. પરંતુ સ્માર્ટફોનના આગમન પછી ફીચર ફોનનો ક્રેઝ ખતમ થઈ ગયો. પરંતુ તેમ છતાં નોકિયાના ફીચર ફોનને ખૂબ પસંદ કરવામાં આવે છે. હાઇકિંગ અથવા કેમ્પિંગ વખતે ફીચર ફોન ઉપયોગી બેકઅપ ડિવાઇસ છે.
Nokia 106 Specifications
નોકિયા 105ની વિશેષતાઓમાં વાયરલેસ એફએમ રેડિયો, ટોર્ચ અને પરંપરાગત કોલ મેનૂનો સમાવેશ થાય છે. Nokia 106માં MP3 પ્લેયર, સ્નેક ગેમ અને ફ્લેશલાઇટ પણ છે. તે 22 દિવસ સુધી સ્ટેન્ડબાય અને 12 કલાક કૉલિંગ પ્રદાન કરે છે. મ્યુઝિક સાંભળવા માટે યુઝર્સે Nokia 106 પર SD કાર્ડ ઇન્સ્ટોલ કરવું પડશે. નોકિયા 106 રેડ, સિયાન અને બ્લેક ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો અતરંગી ડ્રેસ, યુઝર્સે કહ્યું- 'ઝેબ્રા ક્રોસિંગ
Mangal Gochar 2023: આ 4 રાશિનાં જાતકો બસ પૈસા ગણવા માંડો! મંગળ કરાવશે અઢળક ધન લાભ
ધૂમ વેચાઈ રહી છે Tataની આ Electric Car, ફુલ ચાર્જમાં આપશે 315 KMની રેન્જ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube