નવી દિલ્હી : નોકિયા સ્માર્ટફોનનો માલિકી હક ધરાવતી એચએમડી ગ્લોબલે નોકિયા સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. નોકિયાના સ્માર્ટફોનની કિંમતમાં 13 હજાર રૂ. જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ નોકિયા 3.1, નોકિયા 5.1 અને નોકિયા 6.1ની કિંમતમાં 1500 રૂ. જેટલો ઘટાડો કર્યો છે. આ સિવાય નોકિયાના ફ્લેગશિપ સ્માર્ટફોન નોકિયા 8 સિરોકોની કિંમતમાં 13000 રૂ.નો ઘટાડો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google એન્ડ્રોઇડ ફોન ઉત્પાદકો પાસેથી લેશે ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય મોબાઇલ એપ્સના પૈસા


નોકિયા 3.1 સ્માર્ટફોનની કિંમતની વાત કતરીએ તો આ સ્માર્ટફોન 11,999 રૂ.ના બદલે 10,999 રૂ. મળશે. નોકિયા 5.1 (3જીબી રેમ) સ્માર્ટફોનની કિંમત ઘટીને 12,999 રૂ. થઈ ગઈ છે. નોકિયા 6.1 સ્માર્ટફોનની 3જીબી રેમની કિંમત ઘટીને 13,499 રૂ. થઈ ગઈ છે જ્યારે 4 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 16,499 રૂ. છે. 


આવતી કાલથી શાઓમીનું દિવાળી સેલ, ફ્રીમાં સ્માર્ટફોન જીતવાની તક 


નોકિયા 8 સિરોકોની કિંમત ઘટ્યા પછી 36,999 રૂ. થઈ ગઈ છે. એચએમડી ગ્લોબલે હાલમાં નવો સ્માર્ટફોન નોકિયા 7.1 લોન્ચ કર્યો છે. 2018માં લોન્ચ થયેલા નોકિયાના તમામ સ્માર્ટફોનની જેમ જ આ સ્માર્ટફોન પણ એન્ડ્રોઇડ વન પ્લેટફોર્મ પર કામ કરે છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...