નવી દિલ્હીઃ નોકિયા  (Nokia) નો નવો સ્માર્ટફોન આવી રહ્યો છે. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ Nokia XR20 છે. આ સ્માર્ટફોન 27 જુલાઈએ લોન્ચ થશે. નવા નોકિયા ફોન સોન્ચ પહેલા વેબ પર તેની એક ઇમેજ સામે આવી છે, જેમાં ફોનના મુખ્ય ફીચર્સની જાણકારી મળે છે. નોકિયા  XR20 સ્માર્ટફોન ડસ્ટ એન્ડ વોટર પ્રોટેક્શનની સાથે રગ્ડ ડિઝાઇનવાળો હોઈ શકે છે. ફોનના બેકમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે અને આ ટેક્સચર્ડ બેકની સાથે આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટર અને ડસ્ટ પ્રોટેક્શનની સાથે આવી શકે છે ફોન
LoveNokia એ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે  XR20 ની ઇમેજ થોડા સમય માટે નોકિયા ફોન્સ કમ્યુનિટી ફોરમ્સ પર સામે આવી હતી. ઇમેજમાં નોકિયા ફોનનું બેક દેખાડવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે આ Nokia XR20 છે. ઇમેજમાં નોકિયા ફોન ઉપર પાણીના ઘણા ટીંપા છે. સાથે ફોનની આસપાસ પણ પાણી જોવા મળી રહ્યું છે. ઇમેજ જોઈને લાગે છે કે નોકિયાનો આ નવો ફોન વોટર અને ડસ્ટ પ્રોટક્શન સાથે આવી રહ્યો છે. ફોનમાં USB Type-C પોર્ટ અને 3.5mm હેડફોન જેક હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ 11 રૂપિયામાં 1GB ડેટા મળશે અને વર્ષભર ચાલશે, જુઓ Jioની શાનદાર ઓફર


6.67 ઇંચની મોટી સ્ક્રીન સાથે આવી શકે છે ફોન
આ પહેલા નોકિયા મોબાઇલ  (Nokia Mobile)ફોનના બેકની એક ઇમેજ ટ્વીટ કરી હતી. આ ઇમેજમાં ફોન કેસની સાથે જોવા મળે છે અને તેમાં સર્કુલર કેમેરો મોડ્યૂલ આપવામાં આવ્યું છે. ફોનના બેક પર ટેક્સ્ટ પણ લખેલા હતા, જે આ પ્રકારે હતા, અમારા નવા નોકિયાવ ફોનની સાથે તમારે કેસની જરૂર નહીં પડે. તેનાથી સંકેત મળે છે કે કંપની નવો રગ્ડ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. નોકિયા XR20 સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે હોઈ શકે છે. તેનું રિજોલૂશન 1080X2400 પિક્સલ હોઈ શકે છે. 


ફોનના બેકમાં હઓઈ શકે છે 48MP નો મેન કેમેરો
નોકિયાનો આ ફોન 6જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે આવી શકે છે. ફોનના બેકમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે. ફોનના બેકમાં મેન કેમેરો 48 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 13 મેગાપિક્સલનો હોઈ શકે છે. તો સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. ફોનમાં  4,630 mAh ની બેટરી આપવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube