11 રૂપિયામાં 1GB ડેટા મળશે અને વર્ષભર ચાલશે, જુઓ Jioની શાનદાર ઓફર

આજે અમે તમને જીયોની એક એવી ઓફર વિશે જણાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમને 11 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે અને આ ડેટાનો ઉપયોગ 1 વર્ષમાં ગમે ત્યારે કરી શકાશે.   

Updated By: Jul 13, 2021, 05:40 PM IST
 11 રૂપિયામાં 1GB ડેટા મળશે અને વર્ષભર ચાલશે, જુઓ Jioની શાનદાર ઓફર

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને અલગ-અલગ વેલિડિટીવાળા અનેક પ્લાન ઓફર કરે છે. કંપની દરરોજ 1 જીબી ડેટાથી દરરોજ 3 જીબી ડેટા સુધી પ્લાનની સુવિધા આપી રહી છે. કેટલાક પ્લાન એવા છે જેમાં ડેટા લિમિટ વગર ડેટા મળે છે. આજે અમે તમને જીયોની એક એવી ઓફર વિશે જણાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમને 11 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે અને આ ડેટાનો ઉપયોગ 1 વર્ષમાં ગમે ત્યારે કરી શકાશે. 

11 રૂપિયામાં 1 જીબી ડેટા
રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને 4જી ડેટા વાઉચર્સ (Jio 4G Data Voucher) પણ ઓફર કરે છે. જે યૂઝર્સનો ડેટા ખતમ થઈ ગયો છે કે તેણે ડેલી લિમિટનો ઉપયોગ કરી લીધો છે, તેના માટે કંપનીનું આ વાઉચર કામનું સાબિત થઈ રહ્યું છે. ખાસ વાત છે કે કંપનીનું 4જી ડેટા વાઉચર એટલા દિવસ કામ કરશે, જેટલી તમારા એક્ટિવ પ્લાનની વેલિડિટી બાકી હશે. 

આ પણ વાંચોઃ અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ છે આ સસ્તા પ્લાન, કિંમત 18 રૂપિયાથી શરૂ

Reliance Jio ના સૌથી સસ્તા 4જી ડેટા વાઉચરની કિંમત 11 રૂપિયા છે. 11 રૂપિયામાં રિલાયન્સ જીયો ગ્રાહકોને 1 જીબી ડેટા આપે છે. ડેટા સિવાય તમને કોઈ અન્ય સુવિધા મળતી નથી. તેની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાન પર નિર્ભર કરે છે. એટલે કે જો તમારો પ્લાન વર્ષનો છે, તો તમને 11 રૂપિયાના વાઉચરમાં એક વર્ષની વેલિડિટી મળશે. 

આ છે બાકી Jio 4G વાઉચર
11 રૂપિયા સિવાય કંપની 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયાના ત્રણ અન્ય 4જી વાઉચર્સ પણ ઓફર કરે છે. 21 રૂપિયામાં ગ્રાહકોને 2 જીબી ડેયા અને 51 રૂપિયામાં ગ્રાહકોને કુલ 6જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે 101 રૂપિયાના 4જી વાઉચરમાં તમને 12 જીબી ડેટા મળી જશે. ખાસ વાત છે કે આ ત્રણેય વાઉચર્સ પણ તમારા એક્ટિવ પ્લાન જેટલું ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube