નવી દિલ્હીઃ Nokia 2660 Flip ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોન સિરીઝ 30+ ઓએસ પર કામ કરે છે. તેમાં 4જી એલટીઈ કનેક્ટિવિટી છે. સાથે 2.8 ઇંચની પ્રાઇમરી ડિસ્પ્લે અને QQVGA રેઝોલ્યૂશનની સાથે 1.7 ઇંચની એક્સટર્નલ ડિસ્પ્લે છે. આ ફોન Unisoc T107 SoC થી સેલ છે. Nokia 2660 Flip ની કિંમત અને ફીચર્સ સહિતની વિગતો અહીં જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia 2660 Flip ની ભારતમાં કિંમત, ઉપલબ્ધતા
Nokia 2660 Flip ની ભારતમાં કિંમત  રૂપિયા છે. આ તેના 48MB રેમ અને 128MB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે આ હાલ નોકિયાની વેબસાઇટ પર બ્લેક, બ્લૂ અને રેડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.


Nokia 2660 Flip ના ફીચર્સ
Nokia 2660 Flip ડ્યૂલ સિમની સાથે આવે છે. તેમાં 4જી કનેક્ટિવિટી સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફ્લિપ ફોન સિરીઝ 30+ ઓએસ પર કામ કરે છે. તેમાં  QVGA રેઝોલ્યૂશન સાથે 2.8 ઇંચની પ્રાઇમરી ડિસ્પ્લે અને QQVGA રેઝોલ્યૂશન સાથે 1.77 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તે Unisoc T107 SoCથી સેલ છે. તેમાં 48MB રેમ અને 128MB ઇનબિલ્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેના સ્ટોરેજને મેમરી કાર્ડ દ્વારા 32જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં એલઈડી ફ્લેશની સાથે 0.3 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ 5G Service થી કેવી રીતે બદલાઈ જશે દરેક ભારતીયોની Life? જાણો શું છે મુકેશ અંબાણીનું સપનું


કનેક્ટિવિટીની વાત કરીએ તો Nokia 2660 Flip માં બ્લૂટૂથ v4.2 સપોર્ટ, એક માઇક્રો-યૂએસબી 2.0 પોર્ટ અને એક 3.5 મિમી ઓડિયો જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યો છે. તે 2.75W ચાર્જિંગ સપોર્ટની સાથે રિમૂવેબલ બેટરીથી લેસ છે. કંપનીનો દાવો છે કે ફોન સિંગલ 4જી સિમ પર મેક્સિમમ 24.9 દિવસ સુધી ચાલે છે. તો સિંગલ 4જી સિમની સાથે 6.5 કલાકનો ટોકટાઇમ આપવા સક્ષમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube