Norton V4CR Naked Sport Bike: બ્રિટિશ મોટરસાઇકલ નિર્માતા નોર્ટને તેની પ્રથમ અને સૌથી પાવરફુલ નેકેડ સ્પોર્ટબાઇક - Norton V4CR લોન્ચ કરી છે. બાઇકના માત્ર 200 યુનિટ બનાવવાની યોજના છે અને દરેકની કિંમત £41,999 (આશરે રૂ. 42.81 લાખ) હશે. Norton V4CR મોટરસાઇકલને પાવર આપવા માટે નોર્ટને 1200cc, 72-ડિગ્રી V4 એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે બાઈ ડાઇરેક્શનલ ક્વિકશિફ્ટર સાથે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. તે 185bhp અને 125Nm ટોર્ક જનરેટ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગળ અને પાછળનું બંને સસ્પેન્શન સંપૂર્ણપણે એડજસ્ટેબલ છે. બ્રેકિંગ માટે Brembo કેલિપર્સ આપવામાં આવ્યા છે. Norton V4CRમાં લીન-એંગલ સેન્સિટિવ ટ્રેક્શન કંટ્રોલ અને ત્રણ એન્જિન મોડ્સ મળે છે. મોટરસાઇકલમાં કીલેસ ઇગ્નીશન અને ફુલ કલર છ ઇંચની TFT ડિસ્પ્લે મળે છે.


Norton V4CRમાં હાથથી બનાવેલ એલ્યુમિનિયમ ફ્રેમ, ટાઇટેનિયમ એક્ઝોસ્ટ સિસ્ટમ અને એક્સપોઝ્ડ એર ઇન્ટેક છે. શોર્ટ બોડી અને સ્ટબી ટેલ સેક્શન મોટરસાઇકલને આક્રમક વલણ આપે છે. તેમાં LED હેડલાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 15-લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.


આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube