નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન Oppo F11 Pro 5 માર્ચના રોજ ભારતીય બજારમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. કંપની દ્વારા ટ્વિટર પર ફોનનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. જેના અનુસાર આ સ્માર્ટફોનમાં નોચલેસ ડિસ્પ્લે પોપ અપ સેલ્ફી કેમેરા હશે. તેની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. કેમેરાની વાત કરીએ તો 48 મેગાપિક્સલનો શાનદાર કેમેરા જેમાં સુપર નાઇડ મોડ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તેની મદદથી અંધારમાં પણ સારી ફોટોગ્રાફી કરી શકાશે. આ ફોનમાં 8જીબી રેમ આપવામાં આવી છે. ટીઝરમાં ગેમિંગને ફીચરને પણ શેર કરવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ સ્માર્ટફોન, 7 માર્ચથી મળશે ઓનલાઇન


મીડિયામાં જાહેર થયેલ પ્રેસ નોટ અનુસાર, 5 માર્ચના રોજ મુંબઇમાં થનાર એક કાર્યક્રમમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. જોકે આ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે અને અન્ય જાણકારીઓને લઇને કોઇ ખુલાસો થયો નથી. રિયરમાં ડુઅલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં LED ફ્લેશ પણ લાગેલ છે. સેકેંડ્રી રિયર કેમેરા 5 મેગાપિક્સલનો છે. સેલ્ફી પોપ અપ કેમેરા કેટલા મેગાપિક્સલનો હશે તેને લઇને પણ હજુ સુધી કોઇ જાણકારી નથી. 
48 MP કેમેરાવાળો રેડમી નોટ 7 Pro લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ


અન્ય ફિચરની વાત કરીએ તો VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમને આ ફોન સપોર્ટ કરશે. જેમ કે હજુ સુધી આ બ્રાંડના બીજા સ્માર્ટફોનમાં જોવા મળ્યા છે, તેના આધારે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એ પણ ડુઅલ કલર ટોન ફિનિશમાં જોવા મળશે. ઘણા રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં પણ ફિંગરપ્રિંટ સેંસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Oppo F11 Pro ની રાહ તેના કેમેરાના લઇને જોવામાં આવી રહી છે, કારણ કે તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો હશે.