હવે એક જ ઇયરબડ્સ પર સાંભળો બે-બે ગીત, આ સરળ ટ્રિક લાગશે કામ
Earbuds Trick: ઈયરબડ્સમાં સ્માર્ટફોન અને વોટ્સએપ જેવા ઘણી ટ્રિક્સનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ માહિતીના અભાવે ઘણા લોકો આ ટ્રિક્સનો લાભ લઈ શકતા નથી. એટલા માટે અમે તમારા માટે અહીં ઇયરબડની લેટેસ્ટ ટ્રિક વિશે માહિતી લાવ્યા છીએ, જેને ફોલો કરીને તમે એક જ ઇયરબડમાંથી બે અલગ-અલગ ગીતો સાંભળી શકો છો.
Wireless Earbuds Trick: જો તમારી પાસે એક જ ઈયરબડ છે અને તમે બે લોકો અલગ-અલગ ગીતો સાંભળવા ઈચ્છો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીં અમે તમને એક જ ઈયરબડના લેફ્ટ બડ્સમાં અલગ અને રાઇટ બડ્સમાં અલગ-અલગ ગીત પ્લે કરવાની ટ્રિક જણાવવા જઇ રહ્યા છીએ.
આમ તો બહુ ઓછા લોકો ઇયરબડ્સની ટ્રિક્સ વિશે જાણે છે, જેના કારણે યૂઝર્સ ઘણીવાર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમને ઇયરબડ્સના અલગ-અલગ મ્યુઝિક પ્લે ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે તમે એક જ ઇયરબડમાં બે અલગ-અલગ ગીતો કેવી રીતે સાંભળી શકો છો.
કેવી રીતે પેદા થયા કૌરવો? મહાભારતના 100 કૌરવોના પેદા થવાની કહાની
ઇન્સ્ટોલ કરો આ મ્યુઝિક પ્લેયર
જો તમે એક જ ઈયરબડમાં બે અલગ-અલગ ગીતો સાંભળવા ઈચ્છો છો, તો તેના માટે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી Duo music prime audio player ઈન્સ્ટોલ કરવું જોઈએ. આ એપને સ્ટોર કર્યા પછી તમારે માઈનોર સેટિંગ કરવું પડશે, ત્યારબાદ તમે એક જ ઈયરબડમાં બે અલગ-અલગ ગીતો સાંભળી શકશો.
નાસ્તાના મેન્યૂમાં કરો ફેરફાર, આ વસ્તુ સામેલ કરશો તો ઝડપથી ઘટશે વજન
નાસ્તામાં ડીશ ભરીને પૌંઆ ખાઇ જવાની ટેવ હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ આડ અસરો
Duo music prime audio player માં કરો આ સેટિંગ
બે અલગ-અલગ બડ્સમાં અલગ-અલગ મ્યુઝિક સાંભળવા માટે, સૌથી પહેલા તમારે તમારી Duo મ્યુઝિક પ્રાઇમ ઑડિયો પ્લેયર એપ ખોલવી પડશે. ત્યારબાદ અહીં સેટિંગ્સમાં ગયા પછી, તમારે લેફ્ટ બડ્સ માટે અલગ ટ્રેક અને જમણા બડ્સ માટે અલગ મ્યુઝિક ટ્રેક સેટ કરવો પડશે. ત્યારબાદ બે લોકો એક જ ઇયરબડમાં તેમની પસંદગીનું અલગ અલગ સંગીત સાંભળી શકશે.
શિયાળામાં ગરમી અહેસાસ અપાવે છે આ 5 સૂપ, શરદી-ખાંસીથી મળશે રાહત
Myth & Facts: શું ડાયાબિટીઝમાં ફાયદાકારક હોય છે કારેલા? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
આ યુઝર્સને થશે ફાયદો
આ ટ્રીક એવા યુઝર્સ માટે ફાયદાકારક રહેશે જેમની પાસે મુસાફરી દરમિયાન માત્ર એક જ ઈયરબડ હોય છે અને તેઓ અલગ-અલગ ગીતો સાંભળવા માગે છે. એવામાં તમે Duo મ્યુઝિક પ્રાઇમ ઓડિયો પ્લેયર એપ દ્વારા એક જ ઇયરબડમાં બે અલગ-અલગ ગીતો સાંભળી શકો છો.
Year Ender 2023: દેશના 10 અમીર લોકો, અંબાણી-અદાણી સિવાય આ લોકો પણ છે સામેલ
Tripti Dimri: કૂલ લુકમાં સ્પોર્ટ થઇ Animal ની 'Bhabhi 2', રાતોરાત બની નેશનલ ક્રશ