નવી દિલ્હી: જો તમે WhatsApp, Facebook અને Google જેવી ઇન્ટરનેટ કંપનીઓની પ્રાઇવેટ પોલિસી અંગે આશંકા છે, તો ચિંતા છોડી દો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WhatsApp ને ટક્કર આપવા માટે દેશી મેસેજિંગ એપ Sandes લોન્ચ કરી છે. સૌથી સારી વાત એ છે કે, આ નવી એપને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ રીત…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે Sandes?
Sandes એક મેસેજિંગ એપ છે જેને કેન્દ્ર સરકારે તૈયાર કરી છે. આ એપની સૌથી સારી વાત એ છે કે, વિદેશી એપ્સ તમારી પ્રાઈવેસી અને ડેટાની ચોરી નહીં કરી શકે. આ એપને NIC (National Informatics Centre) એ ડેવલપ કરી છે, જો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો (MeitY) ભાગ છે.


આ પણ વાંચો:- શું WhatsApp નો ખેલ ખતમ, Modi સરકારે લોન્ચ કરી નવી મેસેજિંગ એપ


આ રીતે ડાઉનલોડ કરો Sandes App
હાલમાં Sandes એપ્લિકેશન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી નથી. આ જ કારણ છે કે સામાન્ય વપરાશકર્તાઓ આ એપ્લિકેશનને સત્તાવાર વેબસાઇટ અથવા એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકતા નથી. પરંતુ આ એપ્લિકેશનની APK File આવી ગઈ છે. તમે આ ફાઇલને સીધી ડાઉનલોડ કરીને એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે આ લિંકને ક્લિક કરો - https://www.gims.gov.in/dash/dlink


આ પણ વાંચો:- Users માટે જોરો કા ઝટકા! Call અને Internet યૂઝ કરવાનું થશે ખર્ચાળ, જાણો કેમ


How to Download Sandes App APK link
Sandes App ને ફક્ત અત્યારે APK link દ્વારા જ ડાઉનલોડ કરી શકાય છે, જે હમણાં બધા માટે ઉપલબ્ધ નથી. જો કે, એપ્લિકેશનની APK link નું આગમન એટલે કે તે લગભગ તૈયાર છે અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ કર્યા પછી, આ એપ્લિકેશન Google Play Store અને Apple App Store બંનેથી Download કરી શકાય છે.


આ પણ વાંચો:- Google Maps ને ટક્કર આપશે આ દેશી એપ, PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ


કેવી રીતે બનાવો તમારું એકાઉન્ટ? (how to setup account on sandes app)
- સૌથી પહેલા તમારે APK ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે.
- હવે આ એપને ઓપન કરતા જ તમારો મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આડી ભરવાનું રહેશે.
- જો તમે મોબાઇલ નંબર નાખો છો તો વેરિફિકેશન માટે OTP આવશે.
- OTP વેરિફાય કરો. જરૂરી જાણકારી તમારે ભરવાની રહેશે.
- એપ શરૂ થતા પહેલા તમારે કેટલીક પરમિશનની મંજૂરી આપવાની રહેશે.
- હવે એપ યૂઝ કરવા માટે તૈયાર છે.


આ પણ વાંચો:- Single Charge માં આ સ્કુટર ચાલશે 125 કિમી, જાણો આ ઈલેક્ટ્રીક સ્કુટરની માહિતી


હમણાં સરકારી અધિકારીઓ માટે Sandes App
અમારી સહયોગી વેબસાઇટ bgr.in મુજબ હાલમાં અત્યારે ફક્ત સરકારી કર્મચારીઓ જ આ એપનો ઉપયોગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube